Abhayam News
AbhayamSports

IPL 2022: 4 ભારતીય દિગ્ગજો આવશે આમને-સામને,10 ટીમોના કેપ્ટન નક્કી…

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં આ વખતે રોમાન્ચ વધવાનો છે. T20 લીગમાં આ વખતે ટીમોની સંખ્યા વધીને 8થી 10 કરી દેવામાં આવી છે. એ સિવાય મેચોની સંખ્યામાં પણ વધારો થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આગામી મહિને મેગા ઓક્શન કરાવવાની તૈયારીમાં છે.

IPL 2022ને લઈને BCCI તૈયારીમાં લાગી છે. T20 લીગમાં આ વખતે 60ની જગ્યાએ 74 મેચ રમાશે એટલે કે આ વખતે વધારે મેચ પણ થવાની છે. આ દરમિયાન આવેલા રિપોર્ટ મુજબ, હાર્દિક પંડ્યાને અમદાવાદ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોની પાસે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટન્સી અને રોહિત શર્મા પાસે મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન્સી છે એટલે કે એક કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલે આ બે દિગ્ગજોનો સામનો કરવો પડશે.

મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વખત જ્યારે રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત IPLની ચેમ્પિયન બનાવી છે. રિષભ પંત પાસે દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી છે

જ્યારે, સંજુ સેમસન પાસે રાજસ્થાન રૉયલ્સ (RR)ની. ન્યૂઝીલેન્ડના ખેલાડી કેન વિલિયમ્સનને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની કેપ્ટન્સી સોંપવામાં આવી છે જોકે, ગત સીઝનમાં હૈદરાબાદનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

અમદાવાદની ટીમ પહેલી વખત લીગમાં ઉતરી રહી છે. ગત દિવસોમાં રિટેન્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ હાર્દિક પંડ્યાને રિટેઇન કર્યો નથી. તે છેલ્લાં ઘણા સમયથી ખરાબ પ્રદર્શનથી ઝઝૂમી રહ્યો છે

. કે.એલ. રાહુલે પંજાબ કિંગ્સ (PBKS)નો સાથ છોડી દીધો છે. IPLમાં જોડાયેલી નવી ટીમ લખનૌ તેને પોતાનો કેપ્ટન બનાવી શકે છે. કે.એલ. રાહુલ બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેને ભારતીય T20 ટીમનો નવો ઉપકેપ્ટન પહેલા જ બનાવવામાં આવી ચુક્યો છે.

જોકે તે કેપ્ટન તરીકે પંજાબ કિંગ્સને વધારે સફળતા અપાવી શક્યો નહોતો.

વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટન્સી છોડી દીધી છે એવામાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને કેપ્ટન બનાવી શકાય છે.

એ સિવાય પંજાબ કિંગ્સની ટીમ મયંક અગ્રવાલને જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને જવાબદારી આપી શકે છે.

ગત દિવસોમાં 8 ટીમોએ 27 ખેલાડીઓને રિઇટેન કર્યા છે. આગામી મહિને મેગા ઓક્શનની તૈયારી ચાલી રહી છે. મેગા ઓક્શન પહેલા નવી ઉમેરાયેલી અમદાવાદ અને લખનૌની ટીમ પોતાની સાથે 3-3 ખેલાડીઓને જોડી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

રાજકોટ:-મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, 14ની ધરપકડ…

Abhayam

આ સ્ટેડિયમમાં થશે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સ્ટેચ્યુનું અનાવરણ

Vivek Radadiya

મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ,90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા..

Abhayam