Abhayam News
AbhayamNews

અમદાવાદ : કોંગ્રેસમાં વિપક્ષના નેતા તરીકે શહેજાદ પઠાણનું નામ આવતા 11 કોર્પોરેટરના રાજીનામાં….

 ગુજરાત કોંગ્રેસમાં ફરી એક વખત કકળાટ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા માટે આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા તરીકે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ નું નામ લગભગ નક્કી થઇ ગયું છે. આ નામની જાહેરાત થતા જ 10 કાઉન્સિલરોએ વિરોધ નોંધાવ્યો છે અને રાજીનામા આપ્યા છે.

આ મુદ્દે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે હું નારાજ કોર્પોરેટરને મળવા જઈશ. પાર્ટી માટે હું તમામ કોર્પોરેટરને મળીશ. કમળાબેનના તમામ આરોપ ખોટા છે.

હું પાર્ટી માટે સમાધાન કરવા તૈયાર છું. હું મેં કોઇની સાથે ખરાબ વ્યવહાર કર્યો નથી. હું બધા કોર્પોરેટને માન સન્માન આપું છું.

કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, હાજી મિર્જા, જમના વેગડા, માધુરી કલાપી, કામિનીબેન ઝા, નીરવ બક્ષી, ઇકબાલ શેખ, તસ્લીમ તિર્મિઝી, ઝુલ્ફીખાન પઠાણે રાજીનામાં આપ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકાના કોંગ્રેસ કાઉન્સિલરો વચ્ચે બે ગ્રુપ પડી ગયા છે. બન્ને ગ્રુપ આમને સામને આવી ગયા છે અને વિપક્ષ પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે. શહેઝાદ ખાન પઠાણ નામ ચર્ચા થતા એક જૂથ નારાજ જોવા મળી રહ્યું છે. કારણ કે, બીજા જૂથે ઇકબાલ શેખ અને કમળાબહેન ચાવડા નામ પર સહમતી દર્શાવી હતી.

કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આ મુદ્દે જણાવ્યું હતું કે બે નિરીક્ષકો નિમાયા છે જેમાં એક હું અને બીજા નરેશ રાવલ છે’. જે કઈ હશે તેનો આગામી સમયમાં નિર્ણય લેવાશે. રાજીનામાની કોઇ વાત નથી.

અમદાવાદ મહાનગર પાલિકા વિપક્ષ નેતા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક નવી ફોર્મ્યુલા બનાવી છે.

જેમા દર વર્ષે વિપક્ષ નેતા બદલાશે. આમ ચાર વર્ષ માટે ચાર વિપક્ષ નેતા રહેશે. પહેલા એક વર્ષ માટે મુસ્લિમ, બીજા વર્ષ માટે દલિત, ત્રીજા વર્ષ માટે મુસ્લિમ અને ચોથા વર્ષ માટે ફરી એકવાર દલિત કાઉન્સિલરને વિપક્ષ નેતા બનાવામા આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરશે 

Vivek Radadiya

ફક્ત આ લોકો જ થઈ શકશે યાત્રામાં સામેલ:-જગન્નાથ પુરીની રથયાત્રાને લઈને મોટો નિર્ણય

Abhayam

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ જાણો શા માટે સરકાર એ નિર્ણય લીધો….

Abhayam