Abhayam News
AbhayamNews

વન્યપ્રાણીના હુમલાથી માનવ મોત-ઈજા, પશુનું મોત થાય તો રાજ્ય સરકાર આટલી સહાય આપશે….

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલા વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સાઓમા નાગરિકોને ચૂકવાતા વળતર-સહાયના દરોમા રાજ્ય સરકારે નોધપાત્ર સુધારો કરી નવા દરો નિયત કર્યા છે.

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ/ઈજા તથા પશુ મૃત્યુના પ્રસંગોએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના નવા દર મુજબ માનવ મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ પહેલાં રૂ. 4,00,000ની સહાય અપાતી હતી ..

તે હવે રૂ. 5,00,000ની સહાય ચૂકવાશે. એ જ રીતે માનવ ઇજા સંદર્ભે 40 ટકાથી 60 ટકા અપંગતા હોય તેવા કિસ્સામાં રૂ. 59,100ને બદલે હવે રૂ. 1,00,000ની સહાય અપાશે.

60 ટકાથી વધુ અપંગતા હોય તો રૂ.2,00,000 અને 3 દિવસ અથવા તેથી વધુ સમય ઇજા પામેલ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો પહેલા સહાય આપવામાં આવતી નહોતી તેના બદલે હવે રૂ. 10,000ની સહાય ચૂકવાશે.

આ નવા દરોનો અમલ તા.5મી જાન્યુઆરીથી કરાશે અને આ ઠરાવ બહાર પાડતા પહેલાંના બનાવોમાં જો કોઇ વળતર ચુકવવાનું બાકી હોય તો તે જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચુકવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972માં દર્શાવેલા વન્યપ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં

વન્યપ્રાણીઓ જેવા કે, સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવ મૃત્યુ / ઇજા તથા પશુ મૃત્યુ થયેલું હોય તેવા કિસ્સામાં આ વળતર ચુકવવાનું રહેશે.

આ ઉપરાંત દૂધાળા પશુઓ માટે પણ પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે જે અંતર્ગત ગાય/ભેંસ માટે રૂ. 30,000ના બદલે હવે રૂ. 50,000 ઊંટ માટે રૂ. 30,000ના બદલે રૂ. 40,000, ઘેટાં/બકરા માટે રૂપિયા 3,000ના બદલે રૂપિયા 5,000/ની સહાય તથા બિન દૂધાળા પશુઓમાં ઊંટ ઘોડા/બળદ માટે રૂ. 25,000 તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી/ ગધેડો/પોની વગેરે માટે રૂ.16,000ના બદલે રૂ. 20,000ની સહાય ચૂકવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વાપી નગરપાલીકા ની ચુંટણી માં ૪૦૦-૫૦૦ માં વેચાયા લોકો ના વોટ.

Abhayam

PM મોદી::સક્કરબાગઝૂ માં 4 ચિત્તા લાવ્યા હતા મોદીએ કહ્યું- નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે.

Archita Kakadiya

હવે ગુજરાત સ્પોર્ટ્સ મેન્યુફેક્ચર હબ બનશે

Vivek Radadiya