ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને સ્વદેશ પાછા ફર્યા. ઢોલ નગારા સાથે ટોક્યોના હીરોઝનું શાનદાર સ્વાગત થયું. તેમના સ્વદેશ પાછા ફરતા પહેલા દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા વધારી દીધી હતી. ટર્મિનલ 2 અને 3ની પાસે એરપોરટ્ પોલીસ સ્ટેશનના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ ઘેરા બંધી કરી.
સાંજે 6.30 વાગે દિલ્હીની અશોકા હોટલમાં મેડલ વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે ભારતના એથલીટ નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો. નીરજે ભારતને 13 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…