Abhayam News
AbhayamNews

આ મહિલાના અંગદાનથી ૩ વ્યક્તિને નવજીવન મળ્યું…

– દિપીકાબેન ધારીયાનું બંધ પડેલું હૃદય સીપીઆર આપી ધબકતું કરાયું પણ બાદમાં બ્રેઇનડેડ જાહેર કરાયા હતા…

કતારગામના ખંભાતી ક્ષત્રિય સમાજનાં આધેડના અંગદાનથી ૩ વ્યક્તિઓને નવજીવન મળ્યુ છે. પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર ભુલાભાઇ દેસાઇ પાર્ક સોસાયટીમાં રહેતા  ૪૯ વર્ષીય દિપીકાબેન ભરતભાઇ ધારીયાને ગઈ તા.૨૫મીએ સવારે શ્વાસ લેવાની તકલીફ થયા પછી બેભાન થઇ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ તેમનું બંધ થયેલું હૃદય સી.પી.આર આપી ફરીથી ધબકતુ કર્યુ હતુ.

પણ તા.૨૯મીએ તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. ડોનેટ લાઇફના સંપર્ક બાદ તેનો પરિવાર અંગદાન માટે સંમત થયો હતો.   તેમનું લિવર સુરતના ૫૦ વર્ષીય રહીશને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી બેન્કે સ્વીકાર્યું હતું. દિપીકાબેનના પતિ વેડરોડ પર કાપડ યુનિટ ચલાવે છે. ૨૭ વર્ષનો પુત્ર પ્રેમદીપ પણ કાપડનો ધંધો કરે છે. એક પુત્રી માનસી ચીનાઇવાલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગિરનારની લીલી પરિક્રમાનું ખાસ મહત્વ 

Vivek Radadiya

52 વર્ષની ઉંમરે પણ સિંગલ છે આ એક્ટ્રેસ

Vivek Radadiya

કિસાન આંદોલન ફરી ઊંચકાયું, હજારો ખેડૂત બેરિકેડ્સ તોડીને અંદર ઘૂસી ગયા..

Abhayam