Abhayam News
AbhayamNews

કોરોનામાં માતા કે પિતામાંથી એક ને ગુમાવનાર બાળકોને સરકાર આપશે સહાય.

વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં  (Corona Pandemic) અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કોઈએ પોતાના વહાલ સોયા દીકરા, દીકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ, બહેન અથવા પતિ અથવા પત્નીનો સાથ ગુમાવ્યો છે. આ મહામારીના કારણે ઘણાં બાળકો નિરાધાર થયા છે. જેમાં કેટલાક બાળકોએ માતા પિતા એમ બન્ને વાલીની છત્રછાયા ગુમાવી છે. જ્યારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા એમ કોઈપણ એક વાલીની છત્રછાયા ગુમાવી છે આવા બાળકો માટે રાજ્ય સરકારે (Gujarat Government) સહાયની જાહેરાત પણ કરી છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી યોજનામાં જણાવ્યું હતું કે, 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદીઠ રૂ. 4000ની સહાય અપાશે. તેમ જ અઢાર વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદીઠ માસિક રૂ. 6000ની સહાય આપવામાં આવશે. આ સાથે જ કોરોનામાં માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભ કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટી ધોરણે આપવામાં આવશે.

તેમને વિદેશ અભ્યાસ કરવા જવા માટેની લોન પણ કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય અગ્રતા ધોરણે અપાશે. 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. 6,000ની સહાયનો લાભ મળશે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે.

જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. તેથી આવા એક વાલીવાળા બાળકોને માસિક રૂ. ૨,૦૦૦  ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સહાયની રકમ ઓનલાઈન ડી.બી.ટી. દ્વારા ચૂકવવાની યોજના સીએમ રુપાણી દ્વારા આગામી બીજી ઓગસ્ટે લોન્ચ થશે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

Share Market Closing: શેર બજારમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો, રોકાણકારોને કરોડોનું નુકસાન

Vivek Radadiya

એક વર્ષમાં રાજ્યના ખેડૂતોને દિવસે મળશે વીજળીઃ CM

Vivek Radadiya

હાર્દિક પંડ્યા વર્લ્ડકપની બહાર

Vivek Radadiya