Abhayam News
AbhayamNews

લે-ભાગુ વેપારીઓ પાસે થી મજુરી ના પૈસા પરત મળે એ બાબતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરાઈ

તેજસ એટલે (TEJAS- ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન સુરત) નામનું સંગઠન જોબવર્ક કરતા મશીન માલિકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે એક પરિવારનાં સંગઠનની જેમ કાર્યરત છે ત્યારે સંસ્થા દ્વારા રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને એમ્બ્રોઇડરી પાર્ક માટેની જગ્યા, સબસીડી શરૂ કરવા તેમજ ટેક્ષટાઈલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મજુરીનાં પૈસા લઇને ઉઠમણું કરતા લે-ભાગુ વેપારીઓ પાસે થી મજુરી ના પૈસા પરત મળે એ બાબતે રજુઆત કરાય હતી,.

સંસ્થાનાં પ્રમુખશ્રી હિતેશભાઈ ભીકડિયા અને ખજાનચી અલ્પેશભાઈ બલર દ્વારા મુખ્યમંત્રીશ્રી ને મળી રજુઆત કરાય હતી જેમાં જણાવાયું હતું કે સુરત શહેરમાં ભારતનો સૌથી મોટો ટેક્સટાઇલ વ્યવસાય પ્રસ્થાપિત છે, જેમાં ૨,૦૦,૦૦૦ મશીન ચાલક છે. આ વ્યવસાયમાં પૂરા ભારતમાં અલગ-અલગ રાજ્યો થી મધ્યમવર્ગીય અને મજૂર વર્ગ પોતાની રોજીરોટી માટે કમાવા માટે આવતા હોય ત્યારે આ વ્યવસાયની સાથે ૧૦,૦૦,૦૦૦ થી ૧૫,૦૦,૦૦૦ પરિવારો જોડાયેલ છે.

તે સૌ મધ્યમ વર્ગીય છે. એમ્બ્રોડરી વ્યવસાયમાં ઘણી પ્રકારની કાર્ય પણ થાય છે અને તેમાં વધુ પ્રમાણમાં મહિલાઓ જોડાયેલ છે, એ પ્રકારથી આ વ્યવસાય મહિલા સશક્તિકરણ થી જોડાયેલ છે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે. એક દોઢ વર્ષની કોરોના મહામારી એ બધાને લાચાર બનાવી દીધા છે ઉપરથી બાંગ્લાદેશ થી ચાઈના, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સસ્તી ટેક્સ્ટાઇલ વસ્તુઓ છેલ્લી મારી હોય તેવું કાર્ય કર્યું છે, સુરતની ચારે બાજુના વિસ્તારમાં ટેકસટાઇલ મશીન ચાલે છે.

જે પ્રકારે સુરત મા હિરા ઉધોગ ને ડાયમંડ બુર્સ માટે જગ્યા ફાળવી ને એ વ્યવસાય ને નવી દિશા તરફ લઈ જવાની શરુવાત કરી તે જ પ્રમાણે એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે પણ એક ટેક્ષટાઈલ એમ્બ્રોઇડરી પાર્ક બને તેવી જગ્યા ફાળવવી જોઈએ અને આ મૃત અવસ્થામાં આવી ગયેલા વ્યવસાય ને ઊંચાઈ પર લઈ જવાય એવા પ્રયત્ન કરવા જોઈએ મજૂર લોકો પણ ત્યાં જ રહી શકે તેનાથી મજુર વર્ગને વ્યવસાય નજીક જ રહેવાની જગ્યા મળી શકે સાથે ટફ સકીમ હેઠળ ની પેન્ડિગ સબસીડી બંધ કરવામાં આવી છે કે પછી રોકી રાખવામાં આવી છે (ઘણા બધા મશીન માલિકો ની સબસીડી પાસ થઈ ગયા હોવા છતા)તે શક્ય હોય તેટલી ઝડપથી ફરીથી શરૂ કરવામાં આવે કારણ કે તે જો શરૂ કરવામાં નહીં આવે તો વ્યવસાય બંધ થવા લાગશે અને કેટલાય પરિવાર ને અસર પડશે.

એમ્બ્રોઇડરી મશીનમાં થતી મજુરી દ્વારા જે સાડી-ડ્રેસ કે ચણીયાચોળી જેવા પહેરવેશ આખી દુનિયામાં પ્રખ્યાત કર્યા હોય અને સુરત શહેર ને એક આગવું સ્થાન અપાવ્યું હોય ત્યારે અને એ થકી આંખુય ગુજરાત ઊજળું લાગતું હોય ત્યારે સુરત શહેરમાં ઘણા બધા રાજ્યો ના લોકો અહીં વેપાર કરવા આવેલા છે જેમાં દર વર્ષે ટેકસટાઈલ માર્કેટ મા ૩૦૦થી ૪૦૦ કરોડના મજૂરીના પૈસા લઈને કેટલાક નિયત ખરાબ રાખવાવાળા વ્યાપારી ઉઠી જાય છે એવા સમયે તંત્ર દ્વારા મજુરી કરવાવાળા મશીનમાલીકો ને સાંભળવા માં નથી આવતા ત્યારબાદ મજૂરી કરવા વાળા લોકોને ન્યાય નથી મળતો અને તે આત્મહત્યા કરવાનું પગલું ભરે છે તો વિનંતી કરાય છે કે આ વ્યવસાયને પુનર્જીવન આપવા માટે SIT ની સક્રિયતા વધે અને ન્યાય ઝડપથી કરવામાં આવે તો મૂળ રીતે આ વ્યવસાયને આ વ્યવસાય ને આવવા વાળી અડચણો સમજવા અને તેને દૂર કરવાના પ્રયાસ કરી વ્યવસાયને એક સંજીવની બૂટી આપવી જોઈએ જેથી આ વ્યવસાય જીવીત રહી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભોપાલ ગેસ ટ્રેજેડીને ઉજાગર કરશે સિરીઝ

Vivek Radadiya

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓને વેગવંતી બનાવવા વિશેષ પગલાં ભરાશે

Vivek Radadiya

વડોદરા:-આ રીતે PIની પત્ની સ્વિટી પટેલની હત્યાનો કેસ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો, જાણો સમગ્ર ઘટના..

Abhayam

1 comment

Comments are closed.