Abhayam News
AbhayamNews

આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા..

આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા

પૂ. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા સૌ પ્રથમ વખત ‘ભારત “ભારત” બનશે, જો…’ વિષય પર વક્તવ્ય આપશે

પૂ. જ્ઞાનવત્સલ સ્વામી સૌ પ્રથમવાર જ ‘ભારત “ભારત” બનશે, જો…’ આ વિષય ઉપર લાભ આપવાના છે કે વિશ્વગુરુ સમાન આપણા ભવ્ય ભારત પર અનેક આંતર – બાહ્ય આક્રમણો આવ્યાં અને તેના કારણે ભવ્ય ભારતનું ઓજસ ઓસરી રહ્યું છે, ત્યારે ફરીથી એ જ ભવ્ય ભારતને પુનઃજાગૃત કેવી રીતે કરી શકાય? એ વિષય પર તા.- ૧૨-૭-૨૧, સોમવાર, સમય : રાત્રે ૯:૦૦ કલાકે સ્વામી માર્ગદર્શન આપશે.

આ અંગે વધુ માહિતી આપતા ધવલ છેટા એ જણાવ્યું કે ‘સુખી સંતાન, સુખી કુટુંબ અને સુખી વિશ્વ’ના ધ્યેય સાથે કામ કરી રહેલ ડ્રીમ ચાઈલ્ડ સંસ્થા દ્વારા અદ્ભુત ‘ડ્રીમ ચાઈલ્ડ પેરેન્ટીંગ એપ’ બનાવામાં આવી છે, તેનું વિધિવત્ ઉદ્ઘાટન પણ પૂ. જ્ઞાનવત્સલ સ્વામીના કરકમળો દ્વારા થશે.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ૧૦+ યુ-ટ્યૂબ ચેનલ, ૧૨+ ફેસબુક પેજ અને ૩ ટીવી ચેનલો (Real Network, સદ્દવિદ્યા, વાલમ) દ્વારા થનાર છે. જેમાં લાખો માતા-પિતા જોડાશે અને ભવ્ય ભારત સ્વપ્નને સાકાર કરવાનું માર્ગદર્શન મેળવશે.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘ડ્રીમચાઈલ્ડ પેરેન્ટિંગ એપ’ની યુ-ટ્યૂબ ચેનલ અને ફેસબુક પેજ પરથી પણ માણી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

6 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની લખી

Vivek Radadiya

જાણો:-આ તારીખથી શરૂ થઈ રહ્યો છે T20 World Cup…

Abhayam

આણંદ:-એક પટેલ પરિવારના સભ્યની અમેરિકામાં થઇ હત્યા:- જુઓ કેવી રીતે?

Abhayam

1 comment

Comments are closed.