Abhayam News
AbhayamPolitics

બિહારમાં લાગુ થયું 75 ટકા અનામત

75 percent reservation implemented in Bihar

બિહારમાં લાગુ થયું 75 ટકા અનામત હવેથી અનુસૂચિત જાતિ/જનજાતિ, EBC અને OBCને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 75 ટકા અનામતનો લાભ મળશે.

હવે બિહારમાં 75 ટકા અનામતનો લાભ મળશે. બિહારની નીતીશ કુમારની સરકારે આ અંગે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.  એટલે કે હવેથી અનુસૂચિત જાતિ/જનજાતિ, EBC અને OBCને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 75 ટકા અનામતનો લાભ મળશે. મંગળવાર (21 નવેમ્બર)થી તેનો અમલ કરવામાં આવ્યો છે. બિહાર સરકારે અનામત મર્યાદામાં 15 ટકાનો વધારો કર્યો છે.  

75 percent reservation implemented in Bihar

રાજ્યપાલે બિલને મંજૂરી આપી

તમને જણાવી દઈએ કે બિહાર સરકારે વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન અનામત સંશોધન બિલ 2023 રજૂ કર્યું હતું. તે 9 નવેમ્બરના રોજ બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતુ. અનામતનો વ્યાપ વધારીને 75 ટકા કરવાની જોગવાઈ હતી. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે પણ આ બિલને સમર્થન આપ્યું હતું. દિલ્હીથી પરત ફરતાની સાથે જ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે આરક્ષણ બિલ-2023ને મંજૂરી આપી દીધી.

બિહારમાં લાગુ થયું 75 ટકા અનામત

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 7 નવેમ્બરે ગૃહમાં જાહેરાત કરી હતી કે બિહારમાં અનામતનો વ્યાપ વિસ્તારવામાં આવશે. મુખ્યમંત્રીએ બિહારમાં 60 ટકા અનામતની વ્યવસ્થા વધારીને 75 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તરત જ નીતિશ કુમારે કેબિનેટની બેઠક બોલાવી હતી. અઢી કલાકમાં કેબિનેટે અનામતનો વ્યાપ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ પછી, 9 નવેમ્બરના રોજ બંને ગૃહો દ્વારા તેને પસાર કરવામાં આવ્યો હતો.

75 percent reservation implemented in Bihar

બિહારમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગો માટે અનામતની મર્યાદા વધારવા સંબંધિત બિલને વિધાનસભાની મંજૂરી મળી ગઈ હતી. બિલમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ હતો. EWS અનામત સહિત તે 75 ટકા થઈ જશે. ભાજપે પણ આ બિલને સમર્થન આપ્યું હતું. 

મુખ્યમંત્રી નીતિશ કુમારના આ પગલાને લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. બિહારના પૂર્વ સીએમ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે વિધાનસભામા જ્યારે બિલ પાસ થયુ ત્યારે બિહારના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.  

લોકસભા ચૂંટણી 2024  પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મોટું પગલું ભર્યું છે. બિહારમાં જાતિની વસ્તી ગણતરીના સામાજિક-આર્થિક અહેવાલ જાહેર થયા પછી, સીએમ નીતિશે અનામતનો વિસ્તાર વધારીને 75% કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અનામતનો વ્યાપ વધારવાના પ્રસ્તાવને બિહાર કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ બિલને બે ભાગમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુઝુકી મોટર્સ ગુજરાતમાં 38,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

Vivek Radadiya

સુરત:- શહેરમાં જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં,કમિશનરનો આદેશ…

Abhayam

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો પાવર

Vivek Radadiya