સુરતમાં 600 કરોડના હીરાના ગણેશની પૂજા કરવામાં આવી ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે અને 365 દિવસમાં માત્ર એક જ દિવસ ભક્તો દર્શન કરી શકે છે.
સુરતમાં 600 કરોડના હીરાના ગણેશની પૂજા કરવામાં આવી
સુરતના ઉદ્યોગપતિ પાસે વિશ્વના દુર્લભ ડાયમંડ ગણેશજી છે જેમની પૂજા તેઓ વર્ષમાં એક દિવસ કરતા હોય છે. આ ડાયમંડ ગણેશજીની ખાસિયતની વાત કરવામાં આવે તો આ કોહિનૂર ડાયમંડથી પણ મોટા છે અને બજારમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ જણાવવામાં આવે છે.
સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયા 15 વર્ષ પહેલાં બેલ્જિયમ વ્યવસાય માટે ગયા હતા અને ત્યાંથી કાચા હીરા લઈને આવ્યા હતા.
આમ તો ઉદ્યોગપતિ કનુભાઈઆની કિંમત જણાવતા નથી કારણ કે તેઓ અને ગણેશજીની કૃપા માને છે અને તેની પૂજા અર્ચના કરે છે અને આ ગણેશ કોઈને કોઈ કિંમતમાં પણ આપવા તૈયાર નથી. તેમ છતાં જ્યારે બજારમાં આ ગણેશજીની કિંમતની વાત કરવામાં આવે તો આ 600 કરોડથી પણ વધુ કિંમત ધરાવે છે. આ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે અને સૌથી અગત્યની વાત આ છે કે લંડનના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફાઇડ પણ કરવામાં આવી છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં પણ મંદિરમાં આ ગણેશજીની તસ્વીર મૂકવામાં આવી છે. કનુભાઈએ કર્મ ગણેશજીની તસ્વીર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, અમિતાભ બચ્ચન, બાબા રામદેવ સહિત અનેક લોકોને આપી ચૂક્યા છે. એટલું જ નહીં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ આ ગણેશને જોવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે.
કોહિનૂર કરતા પણ વધુ કીમતી અને વધારે કેરેટનું છે. સાથે 14 જેટલા અલગ અલગ નેચરલ સ્ટોનમાં પણ ગણેશજીની જે પ્રતિકૃતિ જોવા મળી છે તેનું પણ કલેક્શન મારી પાસે છે. સુરત શહેરમાં ગણેશોત્સવની નહીં અનેક પ્રકારની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સુરતના એક નાગરિકે કુદરતી રીતે મળેલા સ્ટોનમાં ગણેશજીની મૂર્તિ પ્રતીત થતી હોવાને કારણે તેનો સંગ્રહ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે