Abhayam News
AbhayamNews

સુરત માં પરવટ ગામ ખાડી નું પૂર રોકવા ખર્ચેલા 300 કરોડ રૂપિયા પાણીમાં.

કામરેજ-બારડોલીમાં પડેલા વરસાદથી ખાડીએ ભયજનક સપાટી વટાવી, પુણાના 12 હજાર લોકો ઘરમાં કેદ

પહેલા તબક્કાના વરસાદમાં જ શહેરની ખાડીઓમાં પૂર સંકટ તોળાવા માંડ્યું છે. પુણાના અર્ચના તથા પરવટ ગામના માધવબાગ વિસ્તારમાં રોડ ઉપર કમર સુધીના ખાડીના પાણી ભરાઈ જતાં ખાડી ડ્રેજિંગ તથા 300 કરોડ રૂપિયાના રિડેવલપમેન્ટના પાલિકાના દાવાની પોલ પણ ખુલી ગઇ છે. 24 કલાક બાદ પણ આ વિસ્તારોમાં પાણી ઉતર્યા નથી. જેના લીધે જન જીવન ખોરવાયું છે. પુણા વિસ્તારના 12 હજાર લોકો તો રીતસરના ઘરોમાં કેદ થઈ ગયા હતા.


કામરેજના ઉપરવાસના બેલ્ટથી બંને કાંઠે વહી રહેલી ખાડીમાં સડસડાટ ધસી આવેલા પાણી સણિયા, મિડલ રિંગરોડ વિસ્તારમાં જોખમી લેવલ ક્રોસ કરી રોડ ઉપર છલકાયાં હતાં. કુંભારિયા ગામના હળપતિવાસમાં અઢી ફૂટથી વધુ પાણી ભરાતાં 10 પરિવારોને શિફ્ટ કરાયા હતા. છેલ્લે સુધી કોરોના કામગીરીના બહાના ધરી યોગ્ય રીતે ડિ-સિલ્ટિંગ કામગીરી ન કરી શકેલા પાલિકાના તંત્રને લિંબાયતના બે સ્થળો પર ડિ-વોટરિંગ પંપ મુકવાની ફરજ પડી હતી. હવે મેયરના મતે ખાડીના ડ્રેજિંગ માટે ફરી કરોડોનું આંધણ કરવું પડશે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી બાબતના લીધે સ્થાનિકો વધુ એક વખત ખાડી પૂરના જોખમ વચ્ચે લાચારીમાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓ પકડાઈ

Vivek Radadiya

ભારતે રચ્યો વધુ એક ઈતિહાસ

Vivek Radadiya

ગોપાલ ઈટાલિયાને ઈજા,AAPના કાર્યકર્તાઓને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા..

Abhayam