વિદેશમાં હિન્દુ ધર્મના પ્રચાર માટે 26 લાખ ડોલર ખર્ચી નાખ્યા ભારતીય મૂળના ડૉક્ટર અમેરિકામાં હિંદુ ધર્મનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. જે ભારતીય મૂળના ડૉક્ટરનું ગુજરાત સાથે ઘણું જ મજબુત કનેક્શન છે. જેઓ જાણીતા સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રપૌત્ર ડૉ. મિહિર મેઘાણી છે
40 લાખ ડૉલરનું દાન કર્યું
ડૉ. મિહિર મેઘાણી અમેરિકામાં હિંદુ ધર્મના જતન માટે પ્રયાસ કરી રહ્યાં છે. છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી અમેરિકામાં હિંદુ ધર્મ માટે કામ કરે છે. હિંદુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે 40 લાખ ડૉલરનું તેમણે દાન પણ કર્યું છે. ડૉ. મિહિર મેઘાણીએ અમેરિકામાં હિંદુ ધર્મના પ્રચાર પ્રસાર માટે એક સંસ્થાવ પણ સ્થાપી છે. ઝરવેરચંદ મેઘાણીના પ્રપૌત્રે અમેરિકામાં હિંદુ સંસ્થાની સ્થાપના કરી છે. જેનું નામ (HAF) હિંદુ અમેરિકન ફાઉન્ડેશન છે.
વિદેશમાં હિન્દુ ધર્મના પ્રચાર માટે 26 લાખ ડોલર ખર્ચી નાખ્યા
HAFની સ્થાપના કરી
અમેરિકામાં HAFની સ્થાપના સપ્ટેમ્બર 2003માં કરાઈ હતી. ડૉ. મિહિર મેઘાણીએ અત્યાર સુધીમાં 26 લાખ ડોલર ખર્ચી નાખ્યાં છે તેમજ અમેરિકામાં હિંદુ ધર્મ છોડીને કોઈ ક્રિશ્ચિયન ન બને તે માટે પ્રયત્નો કરે છે. ડૉ. મિહિરે અમેરિકામાં પોતાના મિત્રો સાથે મળીને HAFની સ્થાપના કરી છે.
ડૉ. મિહિર મેઘાણી સાથે ડૉ. અસીમ શુક્લ, સુહાગ શુક્લ અને નિખિલ જોષીએ પણ જોડાયા છે. ચારેયનો જન્મ અમેરિકામાં થયો છતા હિંદુ સંસ્કૃતિ અને ધર્મને માટે કામ કરે છે. 5 હજાર વર્ષ જુની સંસ્કૃતિ પ્રત્યે અમને માન છે. હિંદુ ધર્મના પ્રચાર પ્રસારનું કામ કર્મયોગીની જેમ કરીએ છીએ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે