Abhayam News
AbhayamNews

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં લાભાર્થે કતારગામ પાટીદાર સમાજની વાડીમાં એકઠું થયું 2421 બ્લડ યુનિટ..

આપણે સહુ જાણીએ છીએ કે કોરોના કાળમાં રક્તની ખુબ અછત છે સાથે સાથે અત્યારે રક્તદાન કેમ્પોનાં આયોજન પણ ખુબ મોટા પ્રમાણમાં થવાથી રક્તદાતાઓ મળવા મુશ્કેલ બની રહ્યા છે ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં એક જ જગ્યાએ રેકોર્ડબ્રેક બ્લડયુનિટ એકઠું કરાયું છે ત્યારે જેના કારણે આ બ્લડ એકઠું કરાયું છે એના વિશે ટૂંકમાં જણાવીએ તો પરોપકાર નો પર્યાય એટલે ટીંબીની સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, જ્યાં આજના પ્રોફેશનલ યુગમાં પણ વિનામૂલ્યે તમામ સારવાર અપાય રહી છે આ નામ અને યુવાટીમનાં કામના લીધે કપરાકાળમાં કાર્ય થઈ શક્યું હતું,

પરોપકારમય જીવન જીવવાના પ્રખર હિમાયતી એવા સ્વામી નિર્દોષાનંદજીની પ્રેરણાથી અને દાતાઓના દાન તેમજ સેવક સમુદાયના સહયોગથી વર્ષ 2011થી સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ખરા અર્થમાં દર્દી દેવો ભવના સુત્રને સાર્થક કરી રહી છે. હોસ્પિટલમાં તબીબી માર્ગદર્શન, નિદાન, સારવાર અને દવાના પણ રૂપિયા લેવાતા નથી તેમજ કેસ કઢાવવાનો ટોકનચાર્જ પણ લેવાતો નથી સાથે સાથે દર્દી અને તેમની સાથે આવેલ સગાને પણ નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા હોસ્પિટલના અન્નક્ષેત્રમાં છે.

આ હોસ્પિટલનાં લાભાર્થે અને સ્વ. રસિકભાઈ દેવજીભાઈ સવાણી સ્મરણાર્થે સમસ્ત પાટીદાર સમાજની વાડી આંબાતલાવડી કતારગામ ખાતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં 2421 યુનિટ રક્ત એકત્રિત કરીને સર ટી હોસ્પિટલ ભાવનગર, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સુરતને અર્પણ કરાયું હતું,

દાતા સવાણી પરિવાર ઉમરાળાના નિમંત્રણને માન આપી સુરતના તમામ મોટા ઉદ્યોગકારો, સામાજિક અને રાજકીય આગેવાનશ્રીઓએ કેમ્પની મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી અને સ્વર્ગસ્થ સામાજિક અગ્રણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Related posts

કલેકટરની એક વિનંતીએ NCCના 56 જેટલા છોકરા છોકરી સ્વેચ્છાએ સુરત સિવિલમાં કોરોના દર્દીઓની સેવા કરવા આગળ આવ્યા..

Abhayam

સંસદમાં ઘૂષણધોરી કરનાર માસ્ટર માઇન્ડ લલિત ઝાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

Vivek Radadiya

ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન પરીક્ષાનું કામ TCS કંપનીને સોંપ્યું 

Vivek Radadiya

16 comments

Comments are closed.