Abhayam News
AbhayamGujarat

ઓલા ઇલેક્ટ્રિક બાઇક ઓનલાઈન ખરીદવા જતા 1.41 લાખ ગુમાવ્યા

1.41 lakh lost while going to buy Ola electric bike online

રાજ્યમાં ફરી એકવાર છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે છે કે, આણંદમાં 4 લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. વિગતો મુજબ ઓનલાઈન સ્કૂટર ખરીદવા જતા અને ઓતો કંપનીમાં નોકરી આપવાને અલગ-અલગ 4 ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ ગઠિયાઓએ વિવિધ બહાને ચાર લોકો પાસેથી 3.20 લાખ પડાવી લીધા હતા. 

1.41 lakh lost while going to buy Ola electric bike online

આણંદ જિલ્લામાં 3 દિવસમાં છેતરપિંડીની કુલ 34 ફરિયાદો નોંધાઇ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ આણંદમાં 4 લોકો બન્યા ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યા છે. જેમાં એક કેસમાં ઓનલાઇન ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા જતાં 1.41 લાખ ગુમાવ્યા તો ઉમલાવના યુવક સાથે ઓનલાઇન બાઇક ખરીદવાને લઇ લાખોની છેતરપિંડી થઈ હતી. આ તરફ રાલજના યુવાનને ઓટો કંપનીમાં નોકરી આપવાને લઇ 26 હજારની ઠગાઇ કરવામાં આવી હતી. 

1.41 lakh lost while going to buy Ola electric bike online

આણંદમાં પોલીસ ચોપડે ઓનલાઇન ફ્રોડને લઇ વિવિધ 4 ફરિયાદો દાખલ કરાઇ છે. જેમાં ગઠિયાઓએ વિવિધ બહાને અલગ-અલગ ચાર લોકો પાસેથી 3.20 લાખ પડાવ્યા હતા. મહત્વનું છે કે, આણંદ જિલ્લામાં 3 દિવસમાં છેતરપિંડીની કુલ 34 ફરિયાદો નોંધાઇ છે.

બોગસ વિઝાના નામે 8.50 લાખની છેતરપિંડી
આણંદની નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સી દ્વારા એક યુવાન સાથે લાખોની છેતરપિંડી કરાઇ છે. પ્રાથમિક વિગતો મુજબ વિરસદના યુવકે વિદેશ જવાની લાલચમાં નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યા બાદ તેમની વાતોમાં આવી ગયો હતો. જે બાદમાં આ યુવકને UKના બોગસ વિઝા પધરાવી 8.50 લાખની ઠગાઇ કરાઇ હતી. જોકે સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસે અમન દિવાન નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે. આ તરફ હવે તપાસ દરમિયાન અનેક બોગસ વિઝા કૌભાંડના ખુલાસાની શક્યતા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વિશ્વની સૌથી મોટી લોકશાહી અમને ગર્વ છે: PM મોદી

Vivek Radadiya

નિવૃત્તિના નિવેદન પર વસુધરા રાજેનો યુ-ટર્ન

Vivek Radadiya

મેચ બાદ વિરાટ કોહલીએ કેમ માંગી રવીન્દ્ર જાડેજાની માફી, K L રાહુલે સંભળાવી સેન્ચુરીની આખી કહાની

Vivek Radadiya