Abhayam News
Abhayam

અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યાની ઘટના 

Gujarati murder incident in America once again

અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. જોકે અહીં એક ગુજરાતીએ જ બીજા ગુજરાતી એટલે કે પોતાના પરિવારના સભ્યોની જ હત્યા કરી દેતાં હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, એક ગુજરાતી યુવકે તેના મામા અને દાદા-દાદીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ પછી તેણે પોલીસને ફોન કરીને હત્યાની જાણકારી આપી. ન્યૂજર્સી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, યુવકે જેની હત્યા કરી તે દાદા ગુજરાત પોલીસમાંથી પીઆઈ પદેથી નિવૃત્ત થયા હતા.

Gujarati murder incident in America once again

અમેરિકાના ન્યૂજર્સીમાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમની પુત્રી રિંકુના લગ્ન વિદેશમાં થયા હતા. જ્યાં તેમણે પુત્ર ઓમને જન્મ આપ્યો. જોકે રિંકુના છૂટાછેડા થઈ ગયા હતા. રિંકુનો ભાઈ યશ બ્રહ્મભટ્ટ અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયો હતો.  બીજી તરફ દિલીપભાઈ અને તેમના પત્ની પુત્ર યશને મળવા અમેરિકા જતા હતા. યશ તેના ભત્રીજા ઓમને લઈને અમેરિકા સ્થાયી થયો હતો. દરમિયાન ખબર પડી કે, ઓમ ડ્રગ્સનો વ્યસની હતો. આ બાબતે તેના દાદા-દાદી અને મામા તેને ઠપકો આપતા હતા. 

Gujarati murder incident in America once again

ડ્રગ્સના રવાડે ચડેલા ઓમે કરી હત્યા 
આ તરફ પરિજનો તેને ડ્રગ્સને કારણે ઠપકો આપતા હોઇ ઓમ ગુસ્સામાં હતો. જોકે કોઈએ વિચાર્યું ન હતું કે એક દિવસ તે પોતાના જ લોકોના લોહીનો તરસ્યો બની જશે. ઓમે પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં તેના મામા યશ, દાદા દિલીપભાઈ અને નાની બિંદુની ગોળી મારીને હત્યા કરી હતી. આ અંગે તેણે પોલીસને પણ જાણ કરી હતી. ન્યૂજર્સી પોલીસ માહિતી પર પહોંચી અને તેની ધરપકડ કરી.  

આણંદનો રહેવાસી હતો બ્રહ્મભટ્ટ પરિવાર
વિગતો મુજબ મૃતક બ્રહ્મભટ્ટ પરિવાર આણંદ જિલ્લાનો રહેવાસી હતો. બાકરોલ રોડ પર રહેતો આ પરિવાર દોઢ મહિના પહેલા જ અમેરિકા ગયો હતો. જેમાં નિવૃત્ત PI દિલીપ બ્રહ્મભટ્ટ, પત્ની બિંદુ બ્રહ્મભટ્ટ અને પુત્ર યશ બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે. ત્રણેય ન્યૂ જર્સીના મિડસેક્સ કાઉન્ટીમાં રહેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સહકારી સંસ્થાઓને લઇ સરકારે ઉપાડ્યું ‘સફાઈ’ અભિયાન

Vivek Radadiya

આ છે ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન

Vivek Radadiya

47 વર્ષના અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટઍટેક 

Vivek Radadiya