સુરત મહાનગરપાલિકાના પાર્કિંગના કોન્ટ્રાક્ટમાં ગોબાચારી થયાના વિપક્ષ દ્વારા આરોપ લગાવાયા છે . લિંબાયત ઝોનના ઉમરવાડા વિસ્તારના ટીપી 8 માં એ . ડી . એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે . વિરોધ પક્ષના નેતા એ દાવો કર્યો છે કે , શાસક પક્ષના નેતા અમિત રાજપૂતના ભાગીદારને આ ટેન્ડર આપવામાં આવ્યું છે . ઓફ ધ રેકોર્ડ અમિત રાજપૂત તેના ભાગીદાર છે . ટેન્ડર ગત વખતે વાર્ષિક રૂપિયા 77 લાખમાં આપવામાં આવ્યું હતું . તે આ વખતે અમિત રાજપૂતના ઈશારે માત્ર મહિને 3.30 લાખ મહિને વિથ GST ચૂકવવામાં આવશે . જેનાથી કોર્પોરેશનને 50 % વધુનું નુકસાન થશે , એટલે કે , વર્ષે 30 લાખ કરતાં વધુ નુકસાન થશે . છતાં પણ પોતાના મળતિયાઓને લાભ અપાવવા માટે ટેન્ડર આપવામાં આવ્યા છે.સાથે વિપક્ષે નવી ઈન્નોવા ગાડી પદાધિકારીઓ માટે ખરીદવાનો વિરોધ કરતાં કહ્યું કે , મારી ગાડી યોગ્ય છે .
• સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ અને શાસક પક્ષના નેતા અમિત રાજપૂત દ્વારા કોન્ટ્રાક્ટનો મોટો ખેલ કરવામાં આવ્યો છે . જેનાથી કોર્પોરેશનને લાખો રૂપિયાનો ચૂનો લાગવાનો છે . હાલ કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે . તેવા સમયે પણ શાસકો માત્ર પોતાના અને અંગત લોકોના ગજવા ભરી લેવા માટે ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે . વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડારીએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ટેન્ડરની પ્રક્રિયા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તમામ પાર્કિંગ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટના સ્થાને જાહેર જનતા માટે વિનામૂલ્ય પાર્કિંગની વ્યવસ્થા ત્યાં જ કરવામાં આવશે . ટેન્ડર વગર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપીને કોર્પોરેશનને લાખો રૂપિયાનું નુકસાન થાય તેના કરતાં તો જાહેર જનતા તેનો ઉપયોગ વિના મૂલ્ય કરે તે વધુ વ્યાજબી છે .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…