પરિવારનાં લોકો સાથે યશે મુલાકાત કરી યશનો સોમવારે જન્મદિવસ હતો. આ પ્રસંગે દેશભરમાં તેમના ચાહકો ઉત્સાહિત હતા. પોતાના અંદાજમાં કઈક ને કઈક ખાસ કરી રહ્યા હતા. અભિનેતાના 38માં જન્મદિવસને ભવ્ય બનાવવા માટે ચાહકો શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરતા જોવા મળ્યા હતા, પરંતુ આ દરમિયાન એક મોટો અકસ્માત થયો. જેમાં યશના ત્રણ ચાહકોએ જીવ ગુમાવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ ચાહકો અભિનેતાના જન્મદિવસની તૈયારીમાં વ્યસ્ત હતા. યશને આ ઘટનાની જાણ થતાં જ તે મૃતકના પરિવારજનોને મળવા આવ્યો હતો. આ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે.
પરિવારનાં લોકો સાથે યશે મુલાકાત કરી
પરિવારનાં લોકો સાથે યશે મુલાકાત કરી
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યશ કોલોનીમાં અંદર જતા જોવા મળી રહ્યો છે. તે દરેક મૃતકનાં ઘરે ગયો અને તેમના પરિવારનાં લોકોની સાથે મુલાકાત કરી. દુ:ખ વ્યક્ત કરતાં શક્ય તમામ મદદ માટે કહ્યું. વીડિયોની અંદર યશ પરિવારનાં લોકો સાથે બેઠેલો જોવા મળી રહ્યો છે. અભિનેતાને જોવા માટે આ દુ:ખદ અવસર પર ભીડ ભેગી થઈ ગઈ હતી. યશની સુરક્ષા માટે પોલીસ પણ સાથે જોવા મળી. આ સાથે યશ હોસ્પિટલ પણ ગયો હતો અને ઘાયલ લોકોની મુલાકાત લીધી હતી.
યશે ચાહકોને એક સંદેશ આપ્યો
આ ઘટનાનું દુ:ખ જાહેર કરતાં યશે કહ્યું કે આ ખુબજ દુ:ખદ ઘટના છે. આવી રીતે ફેન્ડમ ન બતાવવું જોઈએ. વધુમાં તેણે ચાહકોને કહ્યું કે તેઓ જે જગ્યાએ હોય ત્યાંથી દિલથી જન્મ દિવસની શુભેચ્છા આપે. આવી દુ:ખદ ઘટનાઓ મને પોતાના જન્મદિવસથી ડરાવે છે. આવી રીતે પ્રેમનું પ્રદર્શન ન કરવું જોઈએ. હું તમને બધાને વિનંતી કરું છું કે કૃપા કરીને કોઈ બેનર ન લગાવો અથવા કોઈ જોખમી સેલ્ફી ન લો. આ સાથે તેણે એમ પણ કહ્યું કે ચાહકોનાં ખુશહાલ જીવન જીવવા પર જ તે ખુશ છે. તેણે એમ પણ કહ્યું કે હું માત્ર આર્થિક મદદ કરી શકું છું, પરંતુ પરિવારને તેમનો પુત્ર પરત કરી શકું તેમ નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેં કોઈ ભવ્ય ઉજવણી કરી નથી કારણ કે કોવિડના કેસ વધી રહ્યા છે.
આ મામલો હતો
ગઈકાલે ચાહકો યશનું 25 ફૂટ લાંબુ કટઆઉટ પોસ્ટર લગાવી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને વીજળીનો આંચકો લાગ્યો અને તેમાંથી 3 ચાહકો મૃત્યુ પામ્યા. આ સિવાય વધુ 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે. યશ છેલ્લે સુપરહિટ ફિલ્મ KGF 2માં જોવા મળ્યો હતો. ચેપ્ટર 2 રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બંને ભાગ સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે