Abhayam News
AbhayamSports

વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યુલ

World Cup 2023 Final Match Schedule Full Schedule

વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યુલ અત્યાર સુધીના ICC વર્લ્ડકપ વિજેતા ટીમના બધા જ કેપ્ટનની એક પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેપ્ટન પોતાની જીતની સફર વિશે વર્ણન કરશે. ત્યારબાદ BCCI વર્લ્ડ કપ વિજેતા ટીમના બધા કેપ્ટનનું સન્માન કરશે. આ ઉપરાંત દર્શકોના મનોરંજન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. બોલિવૂડના મ્યૂઝિક કમ્પોઝર પ્રીતમ 500 ડાન્સર્સ સાથે લાઈવ પરફોર્મન્સ આપશે.

World Cup 2023 Final Match Schedule Full Schedule

વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યુલ

અમદાવાદમાં આવતીકાલે એટલે કે, 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જુદા-જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ લોકોને હંમેશા માટે યાદ રહે તે માટે 4 તબક્કામાં ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત સૂર્યકિરણ ટીમના 9 વિમાનના એર શોમાં સાથે કરવામાં આવશે.

વર્લ્ડ કપ વિજેતા ટીમના બધા કેપ્ટનનું સન્માન કરશે

આ સાથે જ અત્યાર સુધીના ICC વર્લ્ડકપ વિજેતા ટીમના બધા જ કેપ્ટનની એક પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેપ્ટન પોતાની જીતની સફર વિશે વર્ણન કરશે. ત્યારબાદ BCCI વર્લ્ડ કપ વિજેતા ટીમના બધા કેપ્ટનનું સન્માન કરશે. આ ઉપરાંત દર્શકોના મનોરંજન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. બોલિવૂડના મ્યૂઝિક કમ્પોઝર પ્રીતમ 500 ડાન્સર્સ સાથે લાઈવ પરફોર્મન્સ આપશે.

World Cup 2023 Final Match Schedule Full Schedule

લાઈટ અને લેઝર શો પણ રજૂ કરવામાં આવશે

આ ડાન્સનો કાર્યક્રમ સાંજે 5:30 કલાકે 15 મિનિટે રજૂ કરવામાં આવશે. ડાન્સ પરફોર્મન્સમાં દેવા-દેવા, કેસરિયા, લેહરા દો, નગાડા, દંગલ વગેરે ગીતો પર રજૂઆત કરવામાં આવશે. ફાઈનલ મેચની બીજી ઈનિંગના ડ્રીંક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો લાઈટ અને લેઝર શો પણ રજૂ કરવામાં આવશે. યુકેની કંપની દ્વારા રજૂ થનારા આ લાઈટ અને લેસર શો દરમિયાન સ્ટેડિયમની છત જુદા-જુદા રંગની દેખાશે. આ સાથે જ આદિત્ય ગઢવી પણ પરફોર્મન્સ આપશે.

આ ઉપરાંત 1200 ડ્રોનની મદદથી આકાશમાં વર્લ્ડકપ ટ્રોફી અને વિજેતા ચેમ્પિયન્સનું બોર્ડ બનાવવામાં આવશે. મેચના પરિણામ સાથે ભવ્ય આતશબાજી પણ યોજાશે. ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પૂર્વે અમદાવાદી યુવાઓ પણ પર્ફોમન્સ કરશે. 500 યુવાનોની ટીમ ફાઈનલ મેચ પહેલા ગરબા રમશે. આ ગરબા બોલિવૂડ ગીત સાથે મિક્સ કરીને તૈયાર કરાયા છે.

World Cup 2023 Final Match Schedule Full Schedule

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

દેશના ગામડે ગામડે પહોંચી ભારત સંકલ્પ યાત્રા 

Vivek Radadiya

જમ્મુ એરફોર્સ સ્ટેશન ખાતે મોડી રાતે 5 મિનિટમાં થયા આટલા વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર કરાયો સીલ..

Abhayam

ગુજરાત અને બિહારમાં દારૂ પર પ્રતિબંધ

Vivek Radadiya