CISFને મળ્યા પહેલા મહિલા હેડ CISFના ડાયરેક્ટર જનરલની જવાબદારી પ્રથમ વખત એક મહિલાને સોંપવામાં આવી છે. રાજસ્થાન કેડરના 1989 બેચના IPS અધિકારી નીના સિંહને આ જવાબદારી મળી છે. તેઓ દેશભરના એરપોર્ટ, દિલ્હી મેટ્રો અને અન્ય સરકારી ઇમારતોની સુરક્ષા માટે જવાબદાર રહેશે.
નીના સિંહ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા અધિકારી છે. નીના મૂળ બિહારની રાજધાની પટનાની રહેવાસી છે, સાથે જ રાજસ્થાન કેડરની આઇપીએસ ઓફિસર છે. એમને પટના મહિલા કોલેજ, જેએનયુ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે અને રોહિત કુમાર સિંહ સાથે લગ્ન કર્યા છે. હવે નીના સિંહે CISFની પ્રથમ મહિલા વડા બનીને ઈતિહાસ રચ્યો છે.
CISFને મળ્યા પહેલા મહિલા હેડ
મળતી માહિતી મુજબ નીના સિંહ રાજસ્થાન કેડરની પ્રથમ મહિલા IPS ઓફિસર રહી છે. આ સમયગાળા દરમિયાન તેમણે રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા. તેણી 2013 થી 2018 ની વચ્ચે સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે પોસ્ટ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ ઘણા હાઇ-પ્રોફાઇલ કેસોની તપાસ કરી. આ પછી, તે 2021 થી CISFમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
CBIમાં રહીને એમને ભ્રષ્ટાચાર, આર્થિક ગુનાઓ, બેંક ફ્રોડ સહિતના ઘણા હાઇપ્રોફાઇલ કેસોની તપાસ કરી હતી. જેમાંથી સૌથી વધુ ચર્ચિત PNB કૌભાંડ અને નીરવ મોદીના કેસમાં પણ તપાસનો મહત્વપૂર્ણ ભાગ રહી છે
રાજસ્થાન પોલીસમાં ડીજીનું પદ મેળવનાર નીના પ્રથમ મહિલા અધિકારી છે. નીના સિંહની અંગત જીવન અને રૂચીઓ વિશે વાત કરીએ તો નીનાને લેખનમાં વિશેષ રસ છે. તેમણે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે સંશોધન પત્રો પણ સહ-લેખિત કર્યા છે. આ ઉપરાંત નીના રાજસ્થાન રાજ્ય મહિલા આયોગના સભ્ય-સચિવ પણ રહી ચૂક્યા છે. કોરોના મહામારી દરમિયાન સિંહે રાજસ્થાનમાં મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ની જવાબદારી સંભાળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે