Abhayam News
AbhayamNewsTechnology

એટીએમ કાર્ડ વગર મોબાઈલથી આ રીતે પૈસા ઉપાડો

Withdraw money from mobile without ATM card this way

એટીએમ કાર્ડ વગર મોબાઈલથી આ રીતે પૈસા ઉપાડો જ્યારે તમને પૈસા ઉપાડવાની જરૂર પડે છે અને નજીકના એટીએમ સેન્ટરમાં ઉતાવળમાં ઉપડી તો જાવ છો પણ એ સમયે અગર તમે તમારૂ ડેબીટ કાર્ડ ભુલી ગયા હોવ તો શુ? તો આપને જણાવી દઈએ કે તમારે પાછા કાર્ડ લેવા આવવાની જરૂર નહી પડે.  વાત સાચી છે તમે કાર્ડ વગર પણ રોકડા ઉપાડી શકો છો. 

Withdraw money from mobile without ATM card this way

એટીએમ કાર્ડ વગર મોબાઈલથી આ રીતે પૈસા ઉપાડો

ટેકનોલોજી હવે ઝડપથી વધી રહી છે અને તેની સીધી અસર ઉપભોક્તાઓ પર પણ પડે છે. નવી શોધ અને સુવિધાઓને લઈ ગ્રાહકો માટે અમુક તકલીફો સરળતામાં પરિવર્તિત થઈ જાય છે. આવી જ એક સુવિધાની વાત અમે કરી રહ્યા છે એટીએમમાંથી વિડ્રો કરવામાં આવતા કેશને લઈને પણ છે. વાંચો હવે તમે કઈ રીતે સરળતાથી પૈસા ઉપાડી શકો છો.

જ્યારે તમને પૈસા ઉપાડવાની જરૂર પડે છે અને નજીકના એટીએમ સેન્ટરમાં ઉતાવળમાં ઉપડી તો જાવ છો પણ એ સમયે અગર તમે તમારૂ ડેબીટ કાર્ડ ભુલી ગયા હોવ તો શુ? તો આપને જણાવી દઈએ કે તમારે પાછા કાર્ડ લેવા આવવાની જરૂર નહી પડે.  વાત સાચી છે તમે કાર્ડ વગર પણ રોકડા ઉપાડી શકો છો.

Withdraw money from mobile without ATM card this way

તમે જે વાંચ્યુ તે સાચુ એટલા માટે છે કે QR કોડ સ્કેન કરીને ATMમાંથી રોકડ ઉપાડી શકશો, પરંતુ આ માટે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. એટીએમમાંથી કાર્ડલેસ કેશ ઉપાડવાની સુવિધા વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ તમે એ પણ વિચારતા હશો કે બંને વચ્ચે શું તફાવત છે? તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે કાર્ડલેસ કેશ સુવિધા OTP પર આધારિત છે જ્યારે QR કોડ સુવિધા QR કોડ દ્વારા પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે.

Withdraw money from mobile without ATM card this way

તમારે આ પાંચ સ્ટેપને ફોલો કરવાના રહેશે

  1. UPI એપ્લિકેશનમાં નોંધાયેલી કોઈપણ વ્યક્તિ UPI-ATM નો ઉપયોગ કરી શકે છે.
  2. આ માટે ATM પર જવું પડશે અને UPI કાર્ડલેસ કેશ/QR કેશ ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે.
  3. હવે તમે જેટલી રકમ ઉપાડવા માગો છો તે સામે QR કોડ જનરેટ થશે.
  4. તમારા ફોનમાં રહેલી કોઈપણ UPI એપ (Paytm, PhonePe, GooglePay વગેરે) દ્વારા QR કોડ સ્કેન કરી શકો છો.
  5. QR કોડ સ્કેન કરો અને UPI PIN દાખલ કરો, ચુકવણી કર્યા પછી, તમને ATMમાંથી રોકડ મળશે.

UPI ATM માંથી કેટલા પૈસા ઉપાડી શકાય?

આ સુવિધાના માધ્યમથી UPI દ્વારા ATMમાંથી માત્ર 10,000 રૂપિયા ઉપાડી શકો છો. યુપીઆઈ પેમેન્ટની સિસ્ટમ આવી જવાને લઈ વિવિધ બેંકોના કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત અને ઝંઝટ બંને પુરી થઈ ગઈ છે. એકંદરે, જો તમે આ સુવિધાનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારી પાસે એક ફોન હોવો આવશ્યક છે જેના દ્વારા તમે UPI ચુકવણી કરી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

એક હાથ , એક સાથ….. વીરતાને વંદન….ટાઈગર ફોર્સ ટીમ, ગુજરાત દ્વારા કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો..

Abhayam

Zepto એ 2023નું પ્રથમ યુનિકોર્ન છે

Vivek Radadiya

વિધાનસભા ચૂંટણીના 3 સૌથી ધનિક ઉમેદવાર

Vivek Radadiya