Abhayam News
AbhayamNews

ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી દંડની કરશે વસૂલાત:-સુરત ટ્રાફિક પોલીસ..

હવે ટેકનોલોજીના યુગમાં સુરત પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે અને સુરત પોલીસ દ્વારા હવે જે લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તેમની પાસેથી દંડ વસૂલાત પણ ડિજિટલ રીતે કરવામાં આવશે. પહેલા પોલીસ દ્વારા લોકો પાસેથી રોકડા રૂપિયા લઈને તેમને દંડ ભર્યાની રસીદ આપવામાં આવતી હતી પરંતુ, હવે સુરત પોલીસ દ્વારા ડિજિટલ રીતે દંડની વસુલાત કરવામાં આવશે. સુરત પોલીસ ડિજિટલ રીતે દંડની વસુલાત કરી શકે એટલા માટે સુરત ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ મશીન આપવામાં આવ્યા છે.

જ્યારે ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરતા લોકોને પકડતી હોય છે, ત્યારે લોકો દ્વારા અલગ-અલગ બહાના કાઢવામાં આવતા. ક્યારેક લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે પણ રોકડા રૂપિયા નથી પરંતુ હવે લોકો આ બહાના પણ પોલીસની સામે કાઢી શકશે નહીં કારણ કે, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી ટ્રાફિક પોલીસ દંડની વસુલાત કરશે.

તો બીજી તરફ, કયા ગુના બદલ કેટલા દંડ ભરવાનો હોય છે તે બાબતેની પણ જાણકારીનો અભાવ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. એટલે ટ્રાફિક પોલીસ દ્વારા સુરતના અઠવાલાઇન્સ ખાતે પોલીસ કમિશનરની કચેરી બહાર વાહનચાલકોને દંડની માહિતી આપતા કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ડમાં કયા ગુનામાં કેટલો દંડ થાય છે, તેની તમામ માહિતી આપવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, કયા નિયમ ભંગ બદલ કેટલા દંડની રકમની જોગવાઇ છે તેની માહિતી આપતા 5 લાખ કાર્ડ છપાવવામાં આવ્યા છે અને હવે આ કાર્ડનું વિતરણ લોકોમાં કરવામાં આવશે. જેથી લોકોમાં કયા ગુનાનો કેટલો દંડ થાય છે તેની માહિતી અંગે જાગૃતતા આવશે.

, ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. પણ હજુ પણ ઘણા લોકો ટ્રાફિકના નિયમોની ગંભીરતાને નહીં સમજીને નિયમોનું પાલન કરતા નથી. તેથી નિયમનો ભંગ કરતા લોકોની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે અને હવે સુરત પોલીસ તો ડિજિટલ રીતે દંડની વસૂલાત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ રીતે થઈ ફોર્ચ્યુનની શરૂઆત

Vivek Radadiya

એક બાજુ ખોડલધામમાં પાટીદારોની બેઠક તો બીજી બાજુ ભાજપે જુઓ શું કર્યું..

Abhayam

સુરતના ઓક્સીજન મેન:-ખરેખર પડદા પાછળના એક લાજવાબ યોધ્ધા…

Abhayam