Abhayam News
AbhayamBusinessGujaratPolitics

શું રતન ટાટા આપશે રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા?

શું રતન ટાટા આપશે રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા? ટાટાએ પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે મારૂ તો ક્રિકેટથી દૂર દૂર સુધી કોઈ કનેક્શન નથી. આ પ્રકારની વાયરલ થઈ રહેલી ખબરો સંપૂર્ણ પણે પાયાવિહોણી છે.

  • રાશિદ ખાનને 10 કરોડ આપશે રતન ટાટા? 
  • ખબર વાયરલ થતા રતન ટાટાએ કરી સ્પષ્ટતા
  • કહ્યું- ક્રિકેટ સાથે કોઈ લેવા-દેવા નથી
  • શું રતન ટાટા આપશે રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા?

થોડા દિવસોથી એક રિપોર્ટ સોશિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિગ્ગજ ભારતીય બિઝનેસમેન અને ટાટા સંસના પૂર્વ ચેરમેન રતન ટાટાએ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાની મોટી રકમ આપી છે. 

સોશિયલ મીડિયા પર આ ખબર વાયરલ થઈ તો રતન ટાટાએ પોતે સ્પષ્ટતા કરી અને તેમણે આ પ્રકારની ખબરને સંપૂર્ણ રીતે નિરાધાર જણાવી. અરબપતિ બિઝનેસમેને કહ્યું કે મારો ક્રેકિટે સાથે કોઈ સંબંધ નથી

સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા
રતન ટાટાએ સોમવારે પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા આ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે તેમના નામથી અફવા ફેલાવવામાં આવી રહી છે. ટાટા સંસના પૂર્વ ચેરમને રતન ટાટાને એક્સ પર આ પોસ્ટ એટલા માટે કરવી પડી કારણ કે સોશિયલ મીડિયા પર તેમના નામથી નકલી ખબર ઝડપથી વાયરલ થઈ રહી છે. 3

તેના દ્વારા તેમણે પોતાના યુઝર્સને સલાહ આપતા કહ્યું કે આવા પ્રકારના વોટ્સએપ ફોરવર્ડ અને વીડિયો પર ત્યાં સુધી વિશ્વાસ ન કરો જ્યાં સુધી મારા ઓફિશ્યલ પ્લેટફોર્મ એકાઉન્ટ પરથી પોસ્ટ ન કરવામાં આવે. 

“ક્રિકેટ સાથે મારે કોઈ કનેક્શન નહીં”
રતન ટાટાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, “મેં આઈસીસી કે કોઈ પણ ક્રિકેટ ફેકલ્ટીને કોઈ પણ ખેલાડી પર દંડ કે ઈનામ આપવાને લઈને કોઈ પણ સલાહ નથી આપી. મારૂ તો ક્રિકેટ સાથે દૂર દૂર સુધી કોઈ કનેક્શન નથી. આ પ્રકારની વાયરલ થઈ રહેલી ખબર સંપૂર્ણ રીતે નિરાધાર છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત:-કોંગ્રેસ નેતાનો સલાબતપુરાના PSI પર આરોપ લગાવ્યો..જાણો સમગ્ર ઘટના

Abhayam

મહેસાણામાં રાજ્યકક્ષાનો સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો

Vivek Radadiya

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક આદેશ

Vivek Radadiya