રાજકોટ લોકસભાની ટિકિટ નવા ચહેરાને મળશે? ભાજપ પ્રદેશ અધ્યક્ષની લોકસભાની ઓફર અંગે મૌલેશ ઉકાણીનું નિવેદન આપ્યું હતું.મારો રસ્તો દ્વારકાધીશ નો છે,ગાંધીનગર કે દિલ્લીનો નહિ,તેમની લાગણી બદલ આભારી છું.
આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ આવી પહોંચ્યા હતા. વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં હાજરી આપી હતી.કડવા પાટીદાર આગેવાન અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે રક્તદાનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. સી.આર.પાટીલે મૌલેશ ઉકાણીને જન્મ દિવસ ની પાઠવી હતી. જે બાદ અગામી લોકસભા ચૂંટણી ને લઈને શરૂ થઇ ચર્ચા થઈ હતી.
રાજકોટ લોકસભાની ટિકિટ નવા ચહેરાને મળશે?
પત્રકારોએ સી.આર પાટીલ ને પૂછ્યું હતું કે શું આ વખતે રાજકોટ લોકસભાની ટીકીટ નવા ચહેરાને મળશે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનું નિવેદન આપ્યું હતું.સીઆર પાટિલે હળવી શૈલીમાં કહ્યું હતું કે એક ચર્ચા એવી છે કે મૌલેશ ભાઈને લોકસભામાં લઈ જવાના છે.મૌલેશ ભાઈ આવતા હોય તો જરૂર લઈ જઈએ. ભાજપ પ્રદેશ અધ્યક્ષની લોકસભાની ઓફર અંગે મૌલેશ ઉકાણીનું નિવેદન આપ્યું હતું.મારો રસ્તો દ્વારકાધીશ નો છે,ગાંધીનગર કે દિલ્લીનો નહિ,તેમની લાગણી બદલ આભારી છું.ઈશ્વરના ચરણમાં રહેવું છે,લોકસેવા જ કરવી છે.
કોણ છે મૌલેશ ઉકાણી
- મૌલેશ ઉકાણી કડવા પાટીદાર સમાજના આગેવાન
- બાનલેબના માલિક
- રાજકોટના ટોચના ઉદ્યોગપતિ
- રાજ્યના ઉદ્યોગ જગતમાં ખૂબ જ મોટું નામ
- કડવા પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાના હોદ્દેદાર
- દ્વારકાધીશને ખૂબ જ માને છે
- અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે