એલોન મસ્કે પોતાના પુત્રનું નામ ભારતીય શા માટે રાખ્યુ ? વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. એલોન મસ્કના નામે અબજોની સંપત્તિ છે. જો કે તેમના પરિવારમાં ભારતીય વિશેષતાઓ પણ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે તેમના બાળકનું નામ ભારતીય નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વાતની પુષ્ટિ ખુદ એલોન મસ્કે કરી છે. આ ઉપરાંત તેની ગર્લફ્રેન્ડે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
એલોન મસ્કે પોતાના પુત્રનું નામ ભારતીય શા માટે રાખ્યુ ?
ભારતના લોકો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. ઘણા ભારતીયોએ વિદેશમાં પોતાના દેશને ગૌરવ અપાવ્યું છે, જ્યારે ઘણા ભારતીયો એવા પણ જોવા મળશે જેમણે મોટા મોટા વિશ્વ પુરસ્કારો જીત્યા છે. આવી સ્થિતિમાં વિદેશીઓને પણ ભારતીયોની જીવનશૈલી, ખાનપાન, કપડાં અને નામ પ્રત્યે ઘણું આકર્ષણ હોય છે અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ પણ આ આકર્ષણના સાક્ષી છે.
ભારતીય નામ પર બાળકનું નામ
વાસ્તવમાં, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. એલોન મસ્કના નામે અબજોની સંપત્તિ છે. જો કે તેમના પરિવારમાં ભારતીય વિશેષતાઓ પણ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે તેમના બાળકનું નામ ભારતીય નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વાતની પુષ્ટિ ખુદ એલોન મસ્કે કરી છે. આ ઉપરાંત તેની ગર્લફ્રેન્ડે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
ખાસ વાતનો ઉલ્લેખ
બ્રિટનમાં AI સુરક્ષાને લગતી કોન્ફરન્સ ચાલી રહી છે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, તેઓ ટેસ્લાના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને મળ્યા. આ મીટિંગમાં એલોન મસ્કે તેમની સાથે એક ખાસ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના વિશે ચંદ્રશેખરે X પર માહિતી પણ આપી હતી.
આ છે કારણ
રાજીવ ચંદ્રશેખરે X પર લખ્યું, ‘એલોન મસ્કએ કહ્યું કે શિવોન સાથેના તેમના પુત્રનું મિડલ નેમ “ચંદ્રશેખર” છે. જેનું નામ 1983ના નોબેલ ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર એસ ચંદ્રશેખરના નામ પરથી રાખવામાં આવ્યું છે. શિવોને પણ રાજીવ ચંદ્રશેખરના ટ્વીટનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તે સાચું છે. શિવોને ટ્વિટ કર્યું, ‘હા, આ સાચું છે. અમે તેમને ટૂંકમાં શેખર કહીએ છીએ, પરંતુ આ નામ અમારા બાળકોના વારસા અને અદ્ભુત સુબ્રમણ્યમ ચંદ્રશેખરના માનમાં પસંદ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે એલોન મસ્ક અને શિવન ગિલિસને જોડિયા બાળકો છે. જોકે, મસ્ક અને શિવોને લગ્ન કર્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે