Abhayam News
AbhayamGujarat

બિઝનેસ માટે શરાબમુક્તિમાં કેમ દેકારો થયો?

Why appeared in alcoholism for business?

બિઝનેસ માટે શરાબમુક્તિમાં કેમ દેકારો થયો? ગિફ્ટ સિટીમાં શરતી શરાબમુક્તિનો મુદ્દો ચર્ચામાં છે. ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની છૂટ મળી ત્યારથી દારૂનું સેવન કોણ કરી શકશે, કોણ નહીં કરી શકે, દારૂનું વેચાણ કોણ કરી શકશે આ તમામ સવાલોને લઈને અસમંજસ હતી પરંતુ હવે આ અસમંજસનો અંત આવ્યો છે. સરકારે ગિફ્ટ સિટીમાં શરતી શરાબમુક્તિ આપી છે. જ્યારથી અલગ ગુજરાત બન્યું ત્યારથી અહીં કેન્દ્રશાસિત વિસ્તારને બાદ કરતા દારૂબંધી છે. હવે ગિફ્ટ સિટીમાં ચોક્કસ વિસ્તારમાં, ચોક્કસ સંજોગોમાં દારૂના સેવનની છૂટ મળી છે. સ્વભાવિક છે કે આ મુદ્દે ભિન્ન મત સામે આવવાના છે. હવે જો વિદેશી રોકાણકારોને આકર્ષવાના હોય અને મોટાપાયે વિદેશી રોકાણ લાવવાનો પ્રયાસ હોય તો નીતિગત ફેરફાર કરવા પડે

Why appeared in alcoholism for business?

બીજી બાજુ એ પણ જોવું પડે કે હાલ ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની શરતી મંજૂરી છે તો કાલ સવારે એવી જ માગ સુરતના ડાયમંડ બુર્સ માટે ઉઠે ત્યારે શું. સમય જતા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી માટે પણ આવી માંગ ઉઠે તો શું થશે?. સામે પક્ષે કડવી વાસ્તવિકતા એ પણ છે કે ગુજરાતમાં ગેરકાયદે દારૂ પકડાવવાના અગણિત કિસ્સાઓ સામે આવ્યા છે એટલે રાજ્યની જનતાએ એ પણ જોવાનું છે કે તેઓ દારૂબંધીના દંભમાંથી કેમ મુક્ત થઈ શકે. હાલ તો ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ આપતા નવા નિયમો શું છે.

બિઝનેસ માટે શરાબમુક્તિમાં કેમ દેકારો થયો?

  • નશાબંધી અને આબકારી વિભાગે ગાઈડલાઈન જાહેર કરી
  • ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન ચોક્કસ નિયમોને આધીન થશે
  • ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ મુદ્દે અલગ-અલગ મત

ગિફ્ટ સિટીમાં દારૂના સેવન અંગે નિયમ જાહેર થયા હતા.  કોણ દારૂનું સેવ કરી શકશે તેની સ્પષ્ટતા કરી હતી.  દારૂનું વેચાણ કોણ કરી શકશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.  નશાબંધી અને આબકારી વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે.  ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન ચોક્કસ નિયમોને આધીન થશે. ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ મુદ્દે અલગ-અલગ મત છે. 

ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની કોને છૂટ? 

  • ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકૃત કર્મચારીઓ
  • ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા અધિકૃત મુલાકાતીઓ

કેવા સંજોગોમાં દારૂના સેવનની છૂટ?
ગિફ્ટ સિટીના કર્મચારીઓને અધિકૃત અધિકારી પરમીટ આપશે. તેમજ  ગિફ્ટ સિટીના મુલાકાતીઓ માટે સંલગ્ન કંપનીના અધિકારીની ભલામણ જરૂરી છે.  મુલાકાતીઓ સાથે લીકર એક્સેસ પરમીટ ધરાવતા કર્મચારી રહેશે. 

આ શરતો પણ જાણી લો
ગિફ્ટ સિટીમાં ચોક્કસ પરિસરમાં જ દારૂનું સેવન થઈ શકશે. દારૂના સેવન માટે 21 વર્ષથી ઓછી વય નહીં ચાલે. દારૂ પીરસવા માગતી હોટલે FL-3 લાયસન્સ મેળવવાનું રહેશે. FL-3 ગિફ્ટ સિટીમાં અધિકૃત કર્મી, મુલાકાતીને દારૂ પીરસવાની મંજૂરી આપે છે. FL-3 લાયસન્સ ધારક હોટલ, રેસ્ટોરન્ટે જરૂરી હિસાબ રાખવાના રહેશે. અધિકૃત વ્યક્તિ દારૂના સેવન બાદ વાહન નહીં હંકારી શકે. તેમજ FL-3 લાયસન્સ ધારકે ખાન-પાન અંગેનું જરૂરી લાયસન્સ મેળવવાનું રહેશે. FL-3 લાયસન્સ ધારક અન્ય કોઈ વ્યક્તિને દારૂનું વેચાણ નહીં કરી શકે. લીકર એક્સેસ પરમીટ હશે તે જ FL-3 લાયસન્સવાળા વિસ્તારમાં આવી શકશે. લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે દારૂ નહીં આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે વીજળી ગુલ થઈ હતી , આ ગામના લોકો દોઢ મહિના બાદ પણ અંધારામાં છે..

Abhayam

 7 વર્ષમાં ભારત દુનિયાને બતાવશે તેની તાકાત

Vivek Radadiya

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફાયર સેફ્ટી કૉપ ઇ-પૉર્ટલને કર્યુ લૉન્ચ

Vivek Radadiya