દેશની સૌથી જુની રામલીલા કઇ છે ? દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે.
Ramleela And Vijayadashami 2023: આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023એ એટલે કે આવતીકાલે છે. દશેરા પર દેશમાં કેટલીય જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની અને પહેલી રામલીલા ક્યાં થઈ હતી. નહીં ને, તો આજે અમે તમને આના ઇતિહાસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.
દેશની સૌથી જુની રામલીલા કઇ છે ?
દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે. આ દિવસે ભગવાન રામના વિજય અને રાવણના પરાજય બાદ રામલીલાનું આયોજન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતની સૌથી જૂની રામલીલા લખનઉની ઐશબાગ રામલીલા માનવામાં આવે છે. ગંગા-જામુની સંસ્કૃતિના પ્રતિક એવા ઐશબાગની રામલીલાની શરૂઆત તુલસીદાસે પોતે કરી હોવાનું કહેવાય છે.
ઐશબાગ રામલીલા વિશે કહેવાય છે કે તેની શરૂઆત 1860માં થઈ હતી. ચિત્રકૂટ, વારાણસી અને લખનઉમાં રામલીલાનો પાયો નાખનાર સૌપ્રથમ તુલસીદાસજી હતા.
એવું માનવામાં આવે છે કે ઐશબાગની રામલીલાની વાસ્તવિક ઓળખ અવધના નવાબ અસફ-ઉદ-દૌલાએ આપી હતી. કહેવાય છે કે અગાઉ આ રામલીલા નહીં પરંતુ રામકથાનું મંચન કરવામાં આવતું હતું, જેમાં અયોધ્યાના ઋષિ-મુનિઓ રામકથાનું નાટક કરતા હતા.
રામલીલા એ ભગવાન રામના સમગ્ર જીવનની નાટકીય રજૂઆત છે, જે રામના બાળપણ, યુવાનીથી શરૂ કરીને અને ભગવાન રામ અને રાવણ વચ્ચેના 10 દિવસના યુદ્ધ સાથે સમાપ્ત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે