- JEE મેન 2021ની પરીક્ષાઓ જુલાઈ અને ઓગસ્ટ 2021માં યોજાય તેવી સંભાવના.
- જેઈઈ મેન 2021ની પરીક્ષા જુલાઈ અને ઓગસ્ટ 2021માં યોજવામાં આવી શકે છે
- અંતિમ નિર્ણય શિક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવશે
- બન્ને પરીક્ષાઓની વચ્ચે રહેશે 14 દિવસનું અંતર
નીટને સપ્ટેમ્બર 2021 સુધી સ્થગિત કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યાં જ મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેઈઈ મેન 2021ની પરીક્ષા જુલાઈ અને ઓગસ્ટ 2021માં યોજવામાં આવી શકે છે. જોકે રાષ્ટ્રી પરીક્ષણ એજન્સી દ્વારા હજુ સુધી કોઈ પણ ઓફિશ્યલ જાહેરાત કરવામાં નથી આવી. નીટ અને જેઈઈ મેન 2021 જેવી રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ પર અંતિમ નિર્ણય શિક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવશે.
અત્યાર સુધી નીટ યુજી 2021ની પરીક્ષા 1 ઓગસ્ટે યોજવાનો પ્રસ્તવ હતો. પરંતુ CORONA સંક્રમણના કારણે હજુ સુધી અરજી પ્રક્રિયા પણ શરૂ ન થવાના કારણે આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે પરીક્ષાને સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર જેઈઈ મેન 2021નું સ્થગિત સત્ર જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટમાં આયોજીત કરવામાં આવી શકે છે અને નીટને સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવાની સંભાવનાઓ છે. બન્ને પરીક્ષાઓની વચ્ચે 14 દિવસનું અંતર રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
મહામારીના કારણે IIT અને NITમાં પ્રવેશ માટે આયોજીત થનાર LEE-એજવાન્સ પરીક્ષાને પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે હજુ સુધી આ પરીક્ષાને 3 જુલાઈએ યોજવાનો પ્રસ્તાવ છે. ત્યાં જ રાષ્ટ્રીય સ્તર પર પ્રવેશ પરીક્ષાઓની સાથે જ શિક્ષા મંત્રાલય સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રેસ ટેસ્ટ પર પણ ટૂંક સમયમાં નિર્ણય કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…