વોટ્સએપે નવેમ્બર 2023માં 71 લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટ બંધ કર્યા. વોટ્સએપે નવેમ્બર 2023માં ભારતમાં 71 લાખથી વધુ એકાઉન્ટ પર નવા આઈટી નિયમો 2021નું પાલન ન કરવા બદલ પ્રતિબંધ મૂક્યો હતો. એક અહેવાલ અનુસાર 1 થી 30 નવેમ્બર સુધીમાં કંપનીએ 71,96,000 એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે. આમાંથી લગભગ 19,54,000 એકાઉન્ટ્સ યુઝર્સ તરફથી કોઈપણ અહેવાલ આવે તે પહેલાં સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
વોટ્સએપે નવેમ્બર 2023માં 71 લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટ બંધ કર્યા.
કંપનીએ કહ્યું છે કે આ રિપોર્ટમાં યૂઝર્સની ફરિયાદો સાથે તેમની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અને કંપની દ્વારા જ લેવામાં આવેલા પગલા વિશે પણ માહિતી આપવામાં આવી છે. કંપનીને દેશમાં રેકોર્ડ 8,841 ફરિયાદો મળી છે અને માત્ર 6 હજાર પર જ કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને વોટ્સએપના દુરુપયોગને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.
મેટાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp હંમેશા તેના યુઝર્સ માટે નવી સુવિધાઓ લાવે છે. કંપનીનો પ્રયાસ એ છે કે પ્લેટફોર્મનો ઉપયોગ પહેલા કરતા વધુ સારો થાય. યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી વખત કંપની મોટી કાર્યવાહી પણ કરે છે. વોટ્સએપે નવેમ્બર 2023માં 71 લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટ કેન્સલ કર્યા છે.
આ સમયગાળા દરમિયાન મેટાએ ફેસબુક પર 1 કરોડ 83 લાખ વાંધાજનક કન્ટેન્ટ અને ઇન્સ્ટાગ્રામ પર 47 લાખ કન્ટેન્ટ દૂર કર્યા હતા. જણાવી દઈએ કે ભારતમાં WhatsAppના 50 કરોડથી વધુ યુઝર્સ છે. માસિક રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો સાથે તેમના પર લેવાયેલા પગલાં અને કંપની દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે