કાંકરિયા કાર્નિવલ અને 31મી ડિસેમ્બરને લઈ પોલીસનું શું છે તૈયારી? આવનાર એક સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી થશે. જે માટે અમદાવાદ શહેર પોલીસ સજજ બની છે અને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા ની જાળવણી સાથે લોકો સુરક્ષિત ઉજવણી કરી શકે તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતઓ આવતા હોય છે
જેને જેને રાખીને સુરક્ષાને જવાબદારી માટે , ડીસીપી, 6 dcp, 16 પીઆઇ, 63 પીએસઆઇ 14 મહિલા psi , 1Srp કપની, સાચો જેટલા પુરુષ અને 250 જેટલી મહિલા પોલીસકર્મી સુરક્ષા બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત કાંકરિયા કાર્નિવલ માટે ખાસ ત્રણ જેટલા કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સાત ગેટ પૈકી દરેક ગેટ પર એક શી ટીમ પણ કાર્યરત રહેશે.
કાંકરિયા કાર્નિવલ અને 31મી ડિસેમ્બરને લઈ પોલીસનું શું છે તૈયારી?
કાંકરિયા કાર્નિવલના સાત દિવસ દરમિયાન આસપાસનાના મુખ્ય રસ્તાઓ પર યુ ટર્ન પર પ્રતિબંધ રહેશે.ટ્રાફિક માટે ૧ જેસીપી, ૧ DCP ૨ psi, ૩૦૦ ટ્રાફિક પોલીસ કર્મી ફરજ બજાવશે. આ ઉપરાંતઆ ઉપરાંત થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની ઉજવણીને લઈને પણ શહેરના મહત્વના ગણાતા પોઇન્ટ ઉપર ખાસ સુરક્ષા બંદોબસ્ત જરૂરિયાત પ્રમાણે રાખવામાં આવશે સીજી રોડ પર સાંજે 6:00 કલાક થી લઈને રાત્રિ સુઘી બંધ કરવામાં આવશે.
થર્ટી ફર્સ્ટ ની ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ ના વધુમાં વધુ કેસ કરવાનો લક્ષ્યાંક શહેર પોલીસ રાખી રહી છે. શહેરમાં 24 ડિસેમ્બરે ૩૯ ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધાયા હતા. તમામ ઝોનમાં દેશી દારૂ બાબતે પ્રોહિબિશના ૧૦૬ કેસ, ૭૬ આરોપી પકડવામાં આવ્યા છે, વિદેશી દારૂના ૧૮ કેસ દાખલ, ૨૦ આરોપી ધરપકડ,૧. ૪૬ લાખની ૭૯૧ વિદેશી બોટલ જપ્ત થઇ છે. મહત્વની વાત એ પણ છે કે જ્યારે abp asmita એ શહેર પોલીસ કંટ્રોલ ડીસીપીને ડ્રાઇવ કેસ મામલે પુરસ્કૃત કરવાની યોજના માત્ર 31 પૂરતી છે કે લાંબા ગાળા સુધી છે , તે મામલે સવાલ પૂછ્યો ત્યારે તેમની પાસે જવાબ ન મળ્યોય
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.