Abhayam News
Abhayam

શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય

fraud

શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે. આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે.

શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય

હાલ દુનિયાના જુદા-જુદા દેશોમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો ઘણા કામ AI ટેલનોલોજી દ્વારા કરવા ઈચ્છે છે. પરંતુ ટેકનોલોજી દ્વારા ફ્રોડ કરનારા ગુનેગારો ડીપફેકનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. કેરળના એક વ્યક્તિ સાથે ડીપ ફેક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે આ ડીપફેક ટેક્નોલોજી શું છે અને કેવી રીતે લોકો સાથે થાય છે છેતરપિંડી.

ડીપફેક દ્વારા કેવી રીતે થાય છે ફ્રોડ

સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે. આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે, જેથી કરીને લોકોને છેતરી શકાય.

ડીપફેકને કેવી રીતે ઓળખી શકાય

  1. જો ફોન કોલ આવે તો કોલરનો અવાજ થોડો બદલાયો હશે.
  2. કોલર તમને વ્યક્તિગત અને મહત્વપૂર્ણ માહિતી અંગે પૂછશે.
  3. કોલર રૂપિયાની મદદ માટે કહેશે.
  4. જો તમે કોલરને ચેક કરવા જુદા-જુદા સવાલ પૂછશો, તો તે સાચો જવાબ આપી શકશે નહીં.

ડીપફેક ફ્રોડથી બચવા માટે આ રીતે રહો સાવચેત

  • કોઈપણ અજાણી વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા તેની તપાસ કરો.
  • તમારી વ્યક્તિગત માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, OTP, CVV વગેરે કોઈની સાથે શેર કરવા નહીં.
  • સોશિયલ મીડિયા પર તમારું એકાઉન્ટ પ્રાઈવેટ રાખો. જેથી અજાણી વ્યક્તિ તમારા ફોટા કે વિડિયો જોઈ શકે નહીં.
  • જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો www.cybercrime.gov.in પર ફરિયાદ કરો. આ સિવાય તમે 1930 પર કોલ કરીને સંપર્ક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરા ‘અલ્પેશ કથિરીયા’નું રાજકીય ભવિષ્ય શું?

Abhayam

સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ

Vivek Radadiya

શું સહારાના રોકાણકારોને પૈસા મળશે? 

Vivek Radadiya