Abhayam News
Abhayam

CJI ચંદ્રચુડ અનામત પર શું કહ્યું?

What did CJI Chandrachud say on reservation?

CJI ચંદ્રચુડ અનામત પર શું કહ્યું? ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) એ શનિવારે કહ્યું હતું કે, જાતિ વ્યવસ્થાને કારણે અસમાનતાઓ માત્ર ઇતિહાસમાં જ નથી, પરંતુ આજે પણ આ એક જટિલ મુદ્દો છે. કાયદામાં રહેલી જટિલતાઓ સમાજમાં આવા વિભાજનને કાયમી બનાવે છે. CJIએ કહ્યું કે, આજે પણ જાતિનો પ્રભાવ યથાવત છે અને વિવિધ જાતિઓ આર્થિક તકોના રૂપમાં તેનો લાભ મેળવી રહી છે.

CJI ચંદ્રચુડ અનામત પર શું કહ્યું?

What did CJI Chandrachud say on reservation?

અનામત પર શું કહ્યું?

CJI ચંદ્રચુડે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અનામત જેવી વ્યવસ્થા જાતિ આધારિત અસમાનતાને દૂર કરવા માટે આશાના કિરણ સમાન છે. CJI DY ચંદ્રચુડ બેંગલુરુમાં 36મી લો એશિયા કોન્ફરન્સમાં ‘ઓળખ, વ્યક્તિ અને રાજ્ય: સ્વતંત્રતાના નવા માર્ગો’ વિષય પર બોલી રહ્યા હતા. તેમના સંબોધનમાં, મુખ્ય ન્યાયાધીશે એ પણ ચર્ચા કરી કે વકીલો સ્વતંત્રતા, ઓળખ અને તેને મર્યાદિત કરવામાં રાજ્યની ભૂમિકાના વિરોધાભાસનો કેવી રીતે સામનો કરે છે.

What did CJI Chandrachud say on reservation?

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સ્વતંત્રતાની ઐતિહાસિક સમજણની મર્યાદાઓને સમજવી મહત્વપૂર્ણ છે. CJIએ કહ્યું કે, કોઈપણ જ્ઞાન તટસ્થ કે ઉદ્દેશ્ય ન હોઈ શકે. “કોઈ જ્ઞાન વૈચારિક રીતે તટસ્થ નથી… આપણે સ્વતંત્રતાના બદલાતા વિચારને જોઈએ છીએ.”

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, આપણા સમાજમાં જન્મજાત ભેદભાવને દૂર કરવા માટે આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, લોકો અલગ-અલગ ઓળખના બંધનમાં બાંધે નહીં. CJI એ ભારતમાં વિકલાંગ વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. સીજેઆઈએ કહ્યું કે, વિકલાંગ લોકોને યોગ્યતા માટે પ્રમાણપત્ર મેળવવા માટે ફરજ પાડવામાં આવે છે. આનાથી રાજ્ય દ્વારા ધોરણો તૈયાર કરવામાં સમસ્યા ઊભી થઈ છે. CJIએ વધુમાં કહ્યું કે, સિસ્ટમમાં રહેલા અવરોધોને દૂર કરીને જ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગુજરાત યુનિ.ની યુજી સેમ-૧ની ઓનલાઈન પરીક્ષાઓ આ તારીખ થી ચાલુ ….

Abhayam

ભારતીય નાગરિકોને ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે USમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતી ટોળકીના 4 આરોપીઓની ધરપકડ…

Abhayam

IIT ગાંધીનગર ખાતે યોજાઈ પહેલી ભારત-ઓસ્ટ્રેલિયા AIESC મીટિંગ

Vivek Radadiya