કપાસના ઓછા ભાવનું કારણ શું? ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ દર વર્ષે થતી સમસ્યાઓમાની એક છે. મોટેભાગે એવુ બને છે કે ખેડૂતને વાવેતરમાં થતો ખર્ચ એટલો હોય છે કે સામે પક્ષે મળતો ભાવ પૂરતો હોતો નથી. આ વર્ષે પણ એવી જ સ્થિતિ થઈ. ગત વર્ષે જે કપાસના ભાવ 1500 થી 1600 રૂપિયા મળતા હતા તે આ વર્ષે મણદીઠ 1300 થી 1400 રૂપિયા જેટલા જ મળે છે. વધુ દુખની વાત એ છે કે સારી ગુણવત્તાના કપાસના ભાવ પણ 1300 થી 1400 રૂપિયા જેટલા જ છે. વરસાદ અને વાવાઝોડા ઉપરાંત અન્ય પરિબળો પણ છે કે જેના કારણે ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ નથી મળતા.
- ખેડૂતોને કપાસના ભાવ નથી મળતા
- સારી ગુણવત્તાના કપાસના પણ ઓછા ભાવ
- કેટલીક જગ્યાએ માર્કેટયાર્ડમાં હોબાળાના બનાવ પણ બન્યા
કપાસના માગ અને પુરવઠાનું સંતુલન ખોરવાયું છે કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉત્પાદન વધ્યું છે જેથી અન્ય દેશમાંથી કપાસની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. કારણો અનેક છે પણ વધુ ભાવની આશા રાખીને બેઠેલા ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ નથી મળતા તે હાલ દીવા જેવી હકીકત છે. ગત વર્ષે જે 2 હજાર રૂપિયાથી વધુનો ભાવ કપાસનો મણદીઠ બોલાતો હતો તે આ વર્ષે તળિયે કેમ બેસી ગયો. સરકારે આયાત-નિકાસ અંગે કોઈ ચોક્કસ નીતિ નક્કી કરવાની જરૂર છે કે કેમ. ખેડૂતોએ પણ વધુ ભાવની આશા રાખવા કરતા યોગ્ય ભાવને ઓળખવો જરૂરી છે.
કપાસના ભાવની સ્થિતિ શું? | |
1 મણનો ભાવ | |
ગત વર્ષે | 1600 થી 1800 રૂપિયા |
ચાલુ વર્ષે | 1300 થી 1400 રૂપિયા |
કપાસના ઓછા ભાવનું કારણ શું?
વરસાદ અને વાવાઝોડાથી પાકને નુકસાન થાય છે. તેમજ અનેક જગ્યાએ કપાસમાં રોગ લાગુ પડ્યો. પાકને નુકસાનથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. અન્ય દેશમાં પણ કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. ચીનમાં સસ્તા ભાવે કપાસનું વેચાણ કર્યું.
ખેડૂતનો ખર્ચ કેમ નિકળે? |
1 વીઘા કપાસમાં ઉતારો |
20 મણ |
1 થેલી DAP ખાતરનો ખર્ચ |
આશરે 1300 રૂપિયા |
1 વીઘામાં દવા, બિયારણનો ખર્ચ |
આશરે 300 રૂપિયા |
વિણાટ કામનો મણદીઠ 1 વ્યક્તિનો ખર્ચ |
આશરે 200 રૂપિયા |
ખેતરથી યાર્ડનું ભાડું |
આશરે 225 રૂપિયા |
યુરિયા ખાતરની 1 થેલી |
600 રૂપિયા |
સિઝનમાં 3 થેલી નાંખવી પડે |
4 માણસની મજૂરી |
પ્રતિ દિવસ 2000 રૂપિયા |
4 મહિના સુધી કામ ચાલે |
મણના 1400 રૂપિયા લેખે આવક |
20 મણના 28000 |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે