અંદરથી કેવી દેખાય છે Amrit Bharat Express વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરના એટલે કે આજ રોજ રેલ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓથી સજ્જ બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. તેમાં એક દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અને બીજી માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગલુરુ) નો સમાવેશ થાય છે.
અંદરથી કેવી દેખાય છે Amrit Bharat Express
અમૃત ભારત ટ્રેનની સાથે વડાપ્રધાન છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. તેમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ, મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
અમૃત ભારત એક્સપ્રેસ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેમાં 22 કોચ લગાવવામાં આવશે. જણાવી દઈએ કે વંદે ભારત અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશને પ્રથમ તબક્કામાં ત્રણ અમૃત ભારત ટ્રેનો મળશે.
અમૃત ભારત એક્સપ્રેસની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે એસી નહીં હોય. તે સામાન્ય ટ્રેન જેવી હશે, પરંતુ તેમાં અપડેટેડ ટેક્નોલોજી સાથે એન્જિન અને કોચ હશે. અમૃત ભારત ટ્રેનમાં 8 જનરલ કોચ, 12 સેકન્ડ ક્લાસ સ્લીપર, 3-ટાયર સ્લીપર કોચ સહિત કુલ 22 કોચ હશે. આ ટ્રેનમાં એક સાથે લગભગ 1800 મુસાફરો મુસાફરી કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે