Abhayam News
AbhayamGujaratNews

ભૂકંપને લઈ વૈજ્ઞાનિકોની સામે આવી ચેતવણી

Such a warning to scientists about earthquakes

ભૂકંપને લઈ વૈજ્ઞાનિકોની સામે આવી ચેતવણી નેપાળમાં આવેલા જોરદાર ભૂકંપમાં અત્યાર સુધી 130 લોકોના મોત થયા છે. 6.4ની તીવ્રતાના આ ભૂકંપનો ઝટકો ઉત્તર ભારત સુધી લાગ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતમાં અનેકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. જેમાંથી સૌથી વધુ ભૂકંપનો કેન્દ્ર હિન્દુકુશમાં નોંધાયા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આપણે મોટા ભૂકંપ માટે તૈયાર રહેવુ પડશે. હિમાલય ક્ષેત્રમાં ઈન્ડિયન ટેક્ટોનિક અને યુરેશિયન પ્લેટ વચ્ચે ટકરાવના કારણે ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. 

મોટો ભૂકંપ આવી શકે છે ?
એક રિપોર્ટ મુજબ . તેમણે કહ્યું કે, 3 ઓક્ટોબરે પણ નેપાળમાં લગાતાર ભૂકંપના આચંકા અનુભવાયા હતા અને આ ભૂકંપ પણ એજ વિસ્તારમાં આવ્યો છે. આ વિસ્તાર નેપાળની સેન્ટ્રલ બેલ્ટમાં આવે છે. જણાવવામા આવી રહ્યું છે કે, કરોડો વર્ષ પહેલા ઈન્ડિયન પ્લેટના સાગરમાં ઉત્તર તરફ આવી રહી છે

ભૂકંપને લઈ વૈજ્ઞાનિકોની સામે આવી ચેતવણી

અને યુરેશિયન પ્લેટથી ટકરાવાના કારણે હિમાલય પણ બન્યું હતું. વૈજ્ઞાનિકોના મત મુજબ ઈન્ડિયન પ્લેટ અત્યારે પણ ઉત્તર તરફ સરકી રહી છે. એવામાં હિમાલય નીચે ઉપરની તરફ દવાબ બની રહ્યો છે. જે દબાવના કારણ ભૂકંપ આવી શકે છે. પરંતુ એવું ચોક્સ કઈ શકાતું નથી કે, આ ભૂકંપ ક્યારે આવશે. 

Such a warning to scientists about earthquakes

ધરતીની અંદર સાત પ્લેટ હોય છે
અત્રે જણાવીએ કે, ધરતીની અંદર સાત પ્લેટ હોય છે જે હલન ચલન કરે છે. આ પ્લેટો વચ્ચે ટકરાવ થાય છે. જેના કારણે દબાવ ઉભો થાય છે અને પ્લેટ તુટવા લાગે છે. જ્યારે નીચેની એનર્જી બહાર આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ભૂકંપ આવે છે. જ્યાંથી તે એનર્જી બહાર નીકળે છે ત્યાં સૌથી વધુ ધ્રુજારી આવે છે જેને આપણે કેન્દ્ર બિંદુ કહીએ છીએ.  જેમ કેન્દ્ર બિદુથી અતંર થાય છે તેમ તેમ કંપન ઓછુ થતું જાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

બનાસકાંઠામાં ખેડૂતોનો હાલ બેહાલ

Vivek Radadiya

પ્રેસિડન્ટ પુતિને હવે મહિલાઓની કરી અપીલ

Vivek Radadiya

જાણો શા માટે ગુજરાત આવે છે DY.CM મનીષ સિસોદિયા…

Abhayam