Abhayam News
Abhayam

વાઇબ્રન્ટ સમિટ 2024

Vibrant Summit 2024

વાઇબ્રન્ટ સમિટ 2024 વાઇબ્રન્ટ સમિટ પહેલા નવમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે પહોંચશે. 10મી વાઇબ્રન્ટ સમિટના ગ્લોબલ ટ્રેડ શૉમાં પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. બાદમાં 10મી તારીખે સમિટની શરૂઆત કરવામાં આવશે. 

બે દાયકા પહેલા થઈ હતી શરૂઆત 
સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે, જોકે કોરોના વાયરસના વિઘ્નના કારણે આ વખતે ચાર વર્ષ બાદ સમિટ યોજાઇ રહી છે. છેલ્લી સમિટ 2019માં યોજાઇ હતી. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ઉદ્યોગોને આકર્ષવા માટે આ સમિટની શરૂઆત કરાવી હતી. 

Vibrant Summit 2024

વાઇબ્રન્ટ સમિટ 2024

નવા રેકૉર્ડ તૂટે તેવી શક્યતા 
10મી વાઇબ્રન્ટ સમિટ રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ વખતે 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાથે સાથે રોકાણના નવા રેકૉર્ડ પણ સર્જાય તેવી શક્યતા છે. આ વખતે સમિટ પહેલા જ સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મોટો નિર્ણય પણ કર્યો છે, જેની અસર પણ સમિટ પર જોવા મળી શકે છે. 

ટેસ્લા કંપનીનો પ્લાન્ટ બનશે ગુજરાતમાં? 
આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં ઘણા બધા એલાન થઈ શકે છે જેમાં સૌથી વધુ ફોકસ ઓટો સેક્ટર પર રહેશે. ઈલેક્ટ્રિક કાર બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ બનાવવાનું એલાન પણ કરી શકે છેઃ. આ સિવાય મારુતિ કંપની પણ એલાન કરે તેવી શક્યતા છે. ઓટો સેક્ટર સિવાય સેમીકંડક્ટર સેક્ટરની કંપનીઓ પણ ગુજરાતમાં નવા બિઝનેસની શરૂઆતને લઈને મોટા એલાન કરી શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

હવે ગુજરાત સ્પોર્ટ્સ મેન્યુફેક્ચર હબ બનશે

Vivek Radadiya

સચિન ગેસ કાંડમાં વધુ ચારની ધરપકડ, મુંબઇની હાઇકેલ કંપનીના ત્રણ અધિકારી ઝડપાયા…

Abhayam

ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કામાં ૬૦ ટકાથી વધુ મતદાન….

Abhayam