Abhayam News
AbhayamGujarat

એન્ટી બાયોટિક દવાઓનો દેશમાં ચણા મમરાની જેમ ઉપયોગ

Use of Antibiotic drugs in the country like Chana Mamra

એન્ટી બાયોટિક દવાઓનો દેશમાં ચણા મમરાની જેમ ઉપયોગ Antibiotic Drugs Report : તાજેતરમાં એન્ટી બાયોટિક દવાઓ સંદર્ભે કરવામાં આવેલ એક અભ્યાસમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, હાલમાં આપણાં દેશમાં એન્ટીબાયોટીક્સ દવાઓનો ચણા મમરાની જેમ ઉપયોગ એ ચિંતાનું કારણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 2019માં જાહેર આરોગ્ય માટેના ટોચના 10 જોખમોમાંના એક તરીકે એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) નો સમાવેશ કર્યો છે. એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ એએમઆરનું મુખ્ય કારણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પણ આ પડકારનો સામનો કરવા માટે ઘણા પગલાં લીધાં છે. પરંતુ સરકારી અભ્યાસમાં બહાર આવેલા તારણો ચિંતાજનક છે.

એન્ટી બાયોટિક દવાઓનો દેશમાં ચણા મમરાની જેમ ઉપયોગ

રિપોર્ટમાં સામે આવ્યો ડેન્જર આંકડો 
એક અભ્યાસ મુજબ એન્ટીબાયોટીક્સનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ અભ્યાસ 15 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 20 હોસ્પિટલોમાં કરવામાં આવ્યો છે. આ સર્વે છ મહિનામાં 9,652 પાત્ર દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ હોસ્પિટલોમાં ડૉક્ટરોએ 71.9 ટકા દર્દીઓને એન્ટિબાયોટિક્સ લખી હતી. 20 માંથી ચાર સંસ્થાઓએ 95 ટકાથી વધુ દર્દીઓને એન્ટિબાયોટિક્સ સૂચવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

વીગન ડાયટ શું છે? 

Vivek Radadiya

ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવ્યા..

Abhayam

દુનિયાનું સૌથી વિશાળ અને શક્તિશાળી ટેલિસ્કોપ નાસાએ લોંચ કર્યું…

Abhayam