Abhayam News
AbhayamNews

ભર શિયાળામાં કમોસમી વરસાદની કરી આગાહી

Breaking news: Gujarat targeted by terrorists!

 ભર શિયાળામાં કમોસમી વરસાદની કરી આગાહી રાજ્યમાં ભર શિયાળે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીનાં તાત એવા ખેડૂતોમાં ફરી ચિંતાનો મોજું ફરી વળ્યું હતું. ત્યારે સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આગામી બે થી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાં પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તેમજ કડકડતી ઠંડીથી લોકોને રાહત પમ મળી શકે છે. તેમજ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. 

આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ ગુજરાતનાં બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી. ત્યારે સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે. 

Breaking news: Gujarat targeted by terrorists!

ભર શિયાળામાં કમોસમી વરસાદની કરી આગાહી

તેમજ હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરી સોમવારે સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.  તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું.

તેમજ 9 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડથીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે આગામી દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. 

સોમવારે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી વલસાડ જીલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. તો તિથલ તેમજ આસપાસનાં વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો. 

Breaking news: Gujarat targeted by terrorists!

રવિવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 13.7 ડિગ્રી, તો વડોદરામાં 15.2 ડિગ્રી, ભુજનું 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી તો નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આપ એ કર્યો વિરોધ ને લગાવ્યા નારા ‘ભ્રષ્ટાચારના કિંગ ખાઈ ગયા પાર્કિંગ’…

Abhayam

હમાસ કમાન્ડરનો Audio, મિસ ફાયરના ફૂટેજ… ગાઝા હોસ્પિટલ એટેકને લઇ ઈઝરાયલે રજૂ કર્યા નિર્દોષતાના 5 પુરાવા

Vivek Radadiya

SP નિર્લિપ્ત રાયનું ફેક એકાઉન્ટ બનાવનાર પકડાયો…

Abhayam