Abhayam News
AbhayamGujarat

રાજ્યામાં વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી 

Unseasonal rain forecast in the state once again

રાજ્યામાં વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી  આગામી પાંચ દિવસ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઃ ર્ડા. મનોરમા મોહન્તી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવનાં નથી.  પરંતું એકાદ જીલ્લા જેમ કે, દાહોદ,  પંચમહાલ,  ખેડામાં આજે વરસાદ થઈ શકે છે. જ્યારે કાલે દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. વાવાઝોડા સાથે વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  24 કલાક માટે દાહોદ,  પંચમહાલ, ખેડામાં વરસાદની શક્યતા છે. 

Unseasonal rain forecast in the state once again

આગામી દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે
અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્કયુલેશન નોર્થ-ઈસ્ટ અરબ સાગરમાં  સક્રિય થતા વરસાદનાં કારણે સાઉથ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.  તેમજ હાલ વરસાદનાં કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. તેમજ ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો ઘટી શકે છે.

Unseasonal rain forecast in the state once again

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી છે આગાહી 
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું નહીં હોય. આ સાથે કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં હોય. 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા આવશે. આ સાથે પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં 5 તારીખથી ફરી વાતાવરણ સ્વચ્છ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અહીં ભંગારના ભાવે વેચાય છે ડ્રાયફ્રૂટ્સ

Vivek Radadiya

સરકારી કામકાજમાં દખલગીરી પર આપ્યું નિવેદન

Vivek Radadiya

નકલી ટોલ બૂથના પર્દાફાશના એક મહિના બાદ કાર્યવાહી

Vivek Radadiya