Abhayam News
AbhayamNews

જાણો સમગ્ર ઘટના :-સાબરમતી મધ્યસ્થ જેલમાં કૌભાંડ..

સુરંગકાંડ પછી અમદાવાદની સાબરમતી જેલ વગદાર અને માલદાર કેદીને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો વિસ્ફોટક પત્ર વાયરલ થયો છે. સુરંગકાંડ જ્યાંથી પકડાયો હતો તેવા જુની સાબરમતી જેલના છોટા ચક્કર વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા કોરોના ક્વોરન્ટાઈન સેન્ટરથી કમાણીનું કૌભાંડ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે.

1895માં બનેલી સાબરમતી જેલના ઇતિહાસમાં નથી થયાં તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. સાબરમતી જેલના બે વિભાગમાં 2500 આસપાસ કેદીઓ છે તેમાંથી ગણતરીના 25-30 વગદાર અને માલદાર કેદીઓને પૈસાના જોરે જોઈએ તે સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાની ચર્ચા છે.

કમનસીબી એ છે કે, જેમને સુવિધા મળે છે તેવા કેદી ગંભીર કૌભાંડ, હાઈપ્રોફાઈલ, ઈન્ટરનેશનલ ડોન કે રાજકીય સક્રિયતા ધરાવે છે. જેલના ઉચ્ચ અિધકારીઓના નામે સાંકળરૂપ કામગીરી કરતાં એક અિધકારીની લાલસાથી સાબરમતી જેલનું નામ બદનામ થતું હોવાનો પત્ર છેક ગાંધીનગર સુધી પહોંચ્યાની પણ ચર્ચા છે.

સૌથી ગંભીર બાબત તો એ છે કે, કેદીઓને કોરોનાથી બચાવવા માટે ક્વોરન્ટાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમાં ખંખેરી શકાય તેવા કેદીઓને લાચાર બનાવીને પૈસા પડાવવાનું કારસ્તાન ચાલી રહ્યાંની ચર્ચા છે. જેલમાં પ્રવેશતાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવે ત્યારથી જ સુવિધા- અસુવિધાનો ખેલ એવો ચલાવાય છે કે કેદી સામાન્ય જીવનમાં પાયાની સુવિધા ટેવ પડી હોય તે મેળવવા માટે મો માંગ્યા પૈસા ચૂકવે છે.

તો દેશવિરોધી પ્રવત્તિ માટે બીજા રાજ્યમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાયેલા એક વગદાર નેતા માટે તો જેલ તંત્રમાં જ કામ કરતાં એક અિધકારી ટિફિન, મોબાઈલ ફોન સહિતની સેવા માટે સદૈવ હાજર હોય તે રીતે વર્તે છે. તો બે-ત્રણ કેદી તો મોબાઈલ ઉપરાંત લેપટોપની સુવિધાનો ઉપયોગ કરતાં હોવાની પણ ચર્ચા છે.

અમદાવાદ હિટ એન્ડ રન કેસનો એક લબરમુછિયો અિધકારીએ માંગ્યા પૈસા નહીં આપીને અત્યારે અસુવિધા ભોગવી રહ્યાંની ચર્ચા છે. સાબરમતી જેલમાં અઢી હજાર કેદીઓમાંથી વગદાર અને માલદાર કેદીને સુવિધાઓ અંગેની ચર્ચાઓમાં તથ્ય કેટલું છે તે તપાસ માંગી લેતો મુદ્દો છે.

પછી તો, સુવિધા – અસુવિધાના ખેલમાં નિશ્ચિત કેદીઓ બપોરે 12થી 3 અને સાંજે 6થી સવારે 6 વાગ્યા દરમિયાન પણ ખોલીની બહાર જોવા મળે છે. ફરજ પરનો જેલ સ્ટાફ પણ આવા કેદીને કંઈ પૂછી શકતો નથી…! સૌરાષ્ટ્રમાં એક અિધકારીની ખાસ નિમણૂંક કરી એક ગેંગનો સફાયો કરવામાં આવ્યો છે. આ ગેંગના કુલ પાંચ કેદી પૈકીના મુખ્ય વ્યક્તિને ફોનની સુવિધા બેરોકટોક મળી રહી છે અને તે જેલમાં બેઠાં બેઠાં તેનું નેટવર્ક ચલાવે છે.


તો હત્યા કેસમાં જેલવાસ ભોગવતાં એક રાજકારણી તો દબદબો તો ત્યાં સુધી છે કે, તે પોતાના માણસો એટલે કે જેલમાં તેની સાથે જોડાયેલાં કેદીને જેલમાં સારી નોકરી (કામગીરી) પણ અપાવે છે. આ નેતાને તમામ સુવિધા મળી રહે તે માટેની તમામ કાળજી અિધકારી લે છે. શહેરના ચર્ચાસ્પદ કેસમાં જેલવાસ ભોગવતાં બિલ્ડરને પણ ઘરના ભોજન મળી રહે તે માટે આવશ્યક છૂટછાટો આપવા માટે જેલના અિધકારી નૈવેદ્ય વસૂલી રહ્યાં છે.

અમુક વગદાર કેદીઓ નિશ્ચિત સમય થાય એટલે જેલમાંથી બહાર નીકળવા માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવાના સેટિંગ ગોઠવે છે તેની ચર્ચા આમ તો ઘણાં સમયથી થતી રહે છે. જો કે, છેલ્લા થોડા સમયથી કેદીને સારવાર માટેના સર્ટિફિકેટ ઉપલબૃધ કરાવીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલાવી તેના ગોરખધંધાના સેટિંગ કરી શકે તેવું આયોજન કરી આપવાના આયોજનો પૂરબહારમાં ચાલતા હોવાની પણ ચર્ચા છે.

અમદાવાદની જેલના ઈતિહાસમાં જુહાપુરા વિસ્તારના અને પોલીસને હંફાવનાર કૌભાંડીની પત્નીએ એક અિધકારી અને તેના ડ્રાઈવરની પત્ની સાથે ગોઠવણ કર્યાની ચર્ચા છે. આ મહિલા તેના પતિને જરૂરી વસ્તુ જેલના ચર્ચાસ્પદ અિધકારીની પત્નીને બહેનપણી બનાવી તેના ઘરે પહોંચાડે છે. અિધકારીના પત્ની તેના પતિના ડ્રાઈવરની પત્નીને વસ્તુ આપે અને આ વસ્તુ જેલમાં કેદી સુધી પહોંચી જતી હોવાની ચર્ચા છે

સાબરમતી જેલના છોટા ચક્કર વિસ્તારમાં કોરોનાના કારણે બે યાર્ડ બનાવાયાં છે તેમાં નવા આવેલા કેદીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. છોટા ચક્કરના બે યાર્ડના ભાગ કેદીઓએ બનાવ્યાં છે અને સજા યાર્ડ તેમજ સુવિધા યાર્ડ તરીકે અંદરખાને ઓળખે છે

જેલમાં વ્યવસૃથા તંત્ર જળવાઈ રહે અને સજાના નિયમોનો અમલ થાય છે કે નહીં તે તપાસવા માટે રાજ્યના જેલોના વડાની સ્કવોડ પણ છે. જો કે, જેલમાં અમુક ખોલી એવી હોય છે કે જેમાં જેલોના વડાની સ્કવોડ પણ એન્ટ્રી લઈ શકતી નથી.

ખાસ કરીને જેલનો દસ ખોલી વિસ્તાર વી.આઈ.પી. તરીકે ઓળખાય છે. વગદાર અને સમાજ વચ્ચે અસામાજીક કે કૌભાંડી તરીકે ઓળખાતાં કેદીઓને અહીં રાખીને સુવિધાઓ અપાતી હોય તેવી ચર્ચા છે. આ કૌભાંડ છતાં ન થાય તે માટે જેલોના વડાની સ્કવોડ પણ પ્રવેશતી નથી.

નવા આવેલા કેદીને પહેલાં તો એવી ખોલી (બેરેક) ફાળવવામાં આવે છે કે જેમાં સમસ્યા જ સમસ્યાનો સામનો કરવો પડે. સજા યાર્ડમાં પાણી, સફાઈનો અભાવ હોય તેવી આ ખોલીની હાલત જ એવી હોય કે ભલભલા વ્યક્તિ 24થી 48 કલાકમાં કંટાળી જાય. કંટાળેલા કેદી રજૂઆત કરે એટલે ભ્રષ્ટાચારની આંતરિક વ્યવસૃથા સક્રિય થઈ જાય છે. જે કેદી પૈસા ખર્ચવા તૈયાર થાય છે તેમને સુવિધા મળતી થઈ જાય છે.

જેવા પૈસા ખર્ચો એવી સ્વચ્છ જગ્યા, પૂરતું, પાણી ટીવી, અખબારો, (ગેરકાયદે) મોબાઈલ  ફોનનો વપરાશ કરવા સુધીના સેટિંગ થઈ જતાં હોવાની ચર્ચા જેલવાસ ભોગવી ચૂકેલાં અમુક વગદારોમાં પણ થતી આવી છે. જો કે, જેલ તંત્ર કે સરકારી તંત્ર આ બાબતને ગંભીરતાથી લેતું હોય તેવું અત્યાર સુધી બહાર આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

બ્રેક ફેલ થવાથી સર્જાયો સૌથી ખરાબ રેલ્વે અકસ્માત થયા આટલા મુસાફરોનાં મોત..

Abhayam

રાજ્યામાં વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી 

Vivek Radadiya

આ રાજ્યમાં ઘોડાની સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયા,જુઓ VIDEO.

Abhayam