23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી Ambalal Patel Forecast In Gujarat : રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આ સાથે તેમણે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વિગતો મુજબ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આ સાથે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને લઈ રાજ્યમાં કરા, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. આ તરફ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ થશે. આગાહી મુજબ ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તો આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે