કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જીત બાદ અમિત શાહ પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ આજે રાત્રે જ ગુજરાત આવી જાય તેવી શક્યતા છે. જો કે તેઓ આવતીકાલથી બે દિવસ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથે જ લોકસભા ચૂંટણીને લઇને ભાજપની રિવ્યૂ બેઠક પણ આ પ્રવાસ દરમિયાન યોજવાના છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જીત બાદ અમિત શાહ પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ આજે રાત્રે જ ગુજરાત આવી જાય તેવી શક્યતા છે. જો કે તેઓ આવતીકાલથી બે દિવસ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અમિત શાહના આવતીકાલના તમામ કાર્યક્રમો શિક્ષણ લક્ષી છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજ રહે છે. ત્યારે આ મહારાષ્ટ્રીય સમાજનો આવતીકાલે એક શતાબ્દી કાર્યક્રમ છે.જેમાં અમિત શાહ હાજરી આપવાના છે.
ત્યાર બાદ અમિત શાહ આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં પણ હાજર રહેશે. એડવાન્સ ઈન એન્યુરોલોજી સંમેલનમાં પણ અમિત શાહ હાજરી આપશે. તો આ સિવાય ગાંધીનગર લોકસભાને લઇને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે