UN ક્લાઈમેટ સમિટ 2028 ભારતમાં કરાવવા માગે છે દુબઈમાં COP28માં વડા પ્રધાન મોદીએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આજે આ મંચ પરથી હું ભારતમાં COP 33 નું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકું છું. તેમણે કહ્યું કે ભારતે ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું એક મોડેલ રજૂ કર્યું છે.
“સૌ પ્રથમ, હું ક્લાઈમેટ જસ્ટિસ, ક્લાઈમેટ ફાઇનાન્સ અને ગ્રીન ક્રેડિટ જેવા મુદ્દાઓ પર તમારા સતત સમર્થન માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય માટે દરેકની ભાગીદારી જરૂરી છે.
વર્લ્ડ ક્લાઈમેટ સમિટ માટે પીએમ મોદી દુબઈમાં
PM મોદી વર્લ્ડ ક્લાઈમેટ સમિટ એટલે કે COP-28 માટે દુબઈ પહોંચ્યા છે. આ કોન્ફરન્સમાં પહોંચતા જ પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપતિ અને યુએનના જનરલ સેક્રેટરીને મળ્યા હતા. આ કોન્ફરન્સ માટે દુનિયાભરના નેતાઓ દુબઈમાં હાજર છે. આ કોન્ફરન્સમાં વિશ્વના 160 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.
આ તમામ દિગ્ગજો ક્લાઈમેટ ચેન્જ અને તેને લગતી સમસ્યાઓ અને તેના ઉકેલ અંગે ચર્ચા કરશે. આ કોન્ફરન્સમાં પીએમ મોદીએ દુનિયાને એક સંદેશ આપ્યો છે. પીએમ મોદી 21 કલાક દુબઈમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે