રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીજીની વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધીની સફર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીજીએ ભારતની સૌથી ઝડપી, આધુનિક, આરામદાયક અને સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધીની સફર કરી હતી. પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા સુરત જવા તેમણે વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રા કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીજીની વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધીની સફર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને દર્શનાદેવીજી સામાન્ય મુસાફરોની માફક અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પ્લેટફોર્મ પર અન્ય મુસાફરોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં તેઓ રેલ્વે કોચમાં પ્રવેશ્યા ત્યારે સહપ્રવાસીઓએ અહોભાવપૂર્વક પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એક યાત્રીએ રાજ્યપાલ સાથે હસ્તધૂનન કરીને પોતાના આનંદની અભિવ્યક્તિ પણ કરી હતી. ઘણા સહયાત્રીઓએ રાજ્યપાલ અને લેડી ગવર્નર સાથે સેલ્ફી લીધી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સાદગીભર્યું જીવન પસંદ કરે છે. તેઓ વિમાનમાર્ગે સફર કરે ત્યારે ઈકોનોમિક ક્લાસમાં જ યાત્રા કરે છે.

રાજ્યપાલ સુરત રેલવે સ્ટેશનને ઉતર્યા ત્યારે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે