હાલમાં એક એવી દુ:ખદાયક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં રમતા રમતા ત્રણ યુવતીઓ એક કારમાં પુરાઈ ગઈ અને ગાડી અંદરથી લોક થઇ ગઈ હતી. ત્રણેય બાળકીઓ કારની અંદર ગૂંગળામણ થવાથી મરી ગઈ હતી. તેમની ઉંમર લગભગ 5 વર્ષથી 8 વર્ષ હતી. આ ઘટના બાદથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું.
બાતમી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોસ્ટ મોર્ટમ બાદ ત્રણેય યુવતીઓના મૃતદેહને સંબંધીઓને સોંપી દેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રમતા રમતા બાળકો કારમાં ઘૂસી ગયા હતા અને બારી તેમજ દરવાજા બંધ થઇ જવાને કારણે ગુંગળામણને લીધે તેમનું મોત નીપજ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સત્સંગનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, બધા લોકો સત્સંગમાં વ્યસ્ત હતા. તેથી કોઈને ખબર ન પડી કે, છોકરીઓ રમતી વખતે કારમાં ક્યારે પુરાઈ ગઈ અને કાર લોક કરી દીધી. આ આઘાતજનક ઘટના બાદ પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા અને ગામનું વાતાવરણ ગમગીનીમાં બદલાઈ ગયું છે.
પરિવારના સભ્યોનું કહેવું છે કે, તેમને જરાય ખ્યાલ નહોતો કે તેમની સાથે આટલો મોટો અકસ્માત થશે. પોલીસ સ્ટેશનના પ્રભારી કહે છે કે, ત્રણ બાળકીઓ ઘરની બહાર રમતી વખતે ઘરની બાજુમાં પાર્ક કરેલી કારમાં બેઠી હતી. તે દરમિયાન ગાડી અચાનક લોક થઇ ગઈ.
બાળકીઓ કારમાંથી નીકળી ન શકી અને બેહોશ થઈ ગઈ. થોડા સમય પછી, પરિવારે છોકરીઓ શોધવાનું શરૂ કર્યું અને જોયું કે તે બધા કારમાં બેભાન હાલતમાં હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરવામાં આવ્યા.