Abhayam News
AbhayamNews

સુરતના આ યુવાને સગાઈ નો થતો ખર્ચ બચાવી 2 જરૂરીયાતમંદ બાળકો નો શિક્ષણ ખર્ચ ઉઠાવશે….

સૂરતના એક પટેલ યુવાન વિકાસ રાખોલિયા જેઓ પોતે ખુબજ નાની ઉંમર માં ઘણા સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે અને તેઓ પોતાનો જન્મદિવસ પણ આશ્રમ ના નાના બાળકો સાથે ઉજવે છે..

જયારે અમરેલી જિલ્લા ના લાઠી તાલુકામાં અકાળા ગામ ના વતની વિકાસ જયસુખ ભાઈ રાખોલીયા ની સગાઈ રિદ્ધિ વાડદોરીયા સાથે નક્કી થઈ અને તેઓએ એવું નક્કી કર્યું કે પોતાની સગાઈ ના ખર્ચના ખોટા દેખાડા ને બદલે તે રકમ નો ઉપયોગ શિક્ષણ પાછળ કરવો. અને જે જરૂરીયાત મંદ બાળક હોઈ તેવા 2 બાળકો સિલેક્ટ કરી અને તેમનો ભણવાનો ખર્ચ ઉપાડવો.તમારા ઘરે આવતા પ્રસંગ ને એ રીતે ઉજવો કે એ પ્રસંગ, પ્રસંગ જ નહીં યાદગાર પ્રસંગ બની જાય.. આ દેશ માં લાખો પરિવાર ના બાળકો એવા છે જે શિક્ષણ થી વંચિત છે.. કોઈ ને ફી નો પ્રોબ્લેમ છે તો કોઈ ને ઘર ની જવાબદારી.. !

આજ રોજ સમાજ ના રીત રિવાજો પ્રમાણે અમે સગાઇ કરી ને બિન જરૂરી અને ખોટા ખર્ચા કર્યા વગર જે ખોટા અને બિનજરૂરી ખર્ચા ના પૈસા થતા હતા એ પૈસા ને અલગ કરી અમે બંને એ નક્કી કર્યા પ્રમાણે… બે એવા પરિવાર ના બાળકો કે જેમાંથી એક ને પપ્પા નથી તો એક ને ઘર ની આર્થિક પરિસ્થિતિ નબળી છે એવા બે બાળકો ને એક વર્ષ નો શૈક્ષણિક ખર્ચ ઉઠાવી એમને મદદરૂપ થવા નું નક્કી કર્યું…

ખોટા ખર્ચા – અને દેખાડો કરી પ્રસંગ કરશું તો સમાજ અને સમાજ માં રહેલ લોકો બે – પાંચ દિવસ વાહવાહી કરશે.. પણ એ ખર્ચ જો કોઈ આવા બાળક પાછળ વપરાશે, એનું કેરિયર બનશે તો એના અને એમના પરિવાર ના આશીર્વાદ મળશે..

“जरूरी नही रौशनि चीरागों से ही हो,
शिक्षा से भी घर रौशन होते है .. ”

સારા કર્મ કરવાથી સરવાળો ચોક્કસ થાય, પણ જયારે કોઈના અંતરથી આશીર્વાદ મળે ત્યારે એનો ગુણાકાર થાય છે મારા વ્હાલા..

આપ પણ આપના ઘરે આવતા સામાજિક પ્રસંગ માં કોઈ જરૂરિયાત વાળા પરિવાર ના બાળકો ને શૈક્ષણિક બાબતે મદદરૂપ થાવ એવી અભિયર્થના ઓ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

2024 માં ટેસ્લા ભારતીય માર્કેટમાં કરશે એન્ટ્રી

Vivek Radadiya

પહેલીવાર સંસદમાંથી કુલ 146 સાંસદોને કરાયા સસ્પેન્ડ

Vivek Radadiya

ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ બનશે પેપરલેસ 

Vivek Radadiya

1 comment

Comments are closed.