Abhayam News
AbhayamBusinessEntertainmentGujarat

દિવાળી પહેલા આ ટુર પેકેજનુ ધડાધડ થઇ રહ્યું છે

દિવાળી પહેલા આ ટુર પેકેજનુ ધડાધડ થઇ રહ્યું છે લોકોએ નવરાત્રી ધામધુમથી કરી અને હવે દિવાળીનું વેકેશન પણ દેશ-વિદેશમાં ફરવા જવાનું પ્લાન કરી રહ્યા છે. ટુર ઓપરેટરોને ત્રણ વર્ષ પછી તેજી જોવા મળી છે. મોટી સંખ્યામાં લોકો ટુર પેકેજ બુક કરાવી રહ્યા છે અને હવે તો થાઈલેન્ડે વિઝામાં છૂટછાટ આપી છે. ભારતીયો માટે વિઝા ફ્રી કરતાં થાઈલેન્ડ ફરવા જવાનો ક્રેઝ પણ વધશે.

દિવાળી પહેલા આ ટુર પેકેજનુ ધડાધડ થઇ રહ્યું છે

ગુજરાતી એટલે ફરવાના શોખીન. બસ રજા આવે તે પહેલા જ ક્યા ફરવા જવું, તે નક્કી કરી લેતા હોય છે અને એડવાન્સ બુકિંગ પણ કરાવી દે છે. કારણ કે છેલ્લી ઘડીએ ટિકિટ, હોટલ બુક કરવી મોંઘી પડે છે. જેના કારણે દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો ફરવા જવાના છે અને ઈન્ટનેશનલમાં દુબઈ, આબુધાબી, વિયેતનામ, મલેશિયા અને થાઈલેન્ડ તરફનો રસ વધ્યો છે. ડોમેસ્ટિકમાં જમ્મુ-કાશ્મીર, કેરળ, રાજસ્થાન અને રણોત્સવમાં ફરવા જવા માટે ટુર પેકેજો બુક કરવામાં આવ્યા છે.

ચાલુ વર્ષે ટુર પેકેજમાં 10થી 12 ટકાનો વધારો

તહેવારોમાં છેલ્લી ઘડીએ ટિકિટ લેવી મોંઘી પડતી હોય છે. પરંતુ વિદેશના ફરવા જવા માટે 70  હજારથી 1 લાખ રૂપિયામાં ઈન્ટનેશનલ ટુર પેકેજ બુક થાય છે. તેમાં પણ રિટર્ન ટિકિટ અને 7 દિવસનો પ્રવાસ છે. એટલે લોકો હવે વિદેશ ફરવા જવાનુ પસંદ કરી રહ્યા છે. જોકે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ટુર પેકેજમાં 10થી 12 ટકાનો વધારો થયો છે.

70 હજારથી 1 લાખ સુધીમાં ઈન્ટરનેશન ટુર પેકેજ બુક થાય છે

દિવાળી પર ત્રણ વર્ષ પછી મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે દેશ-વિદેશ જઇ રહ્યા છે. અમદાવાદથી ઈન્ટરનેશનલ માટે સીધી ફ્લાઈટ્સ શરુ થવાના કારણે ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં વધારો થયો છે. દુબઈ, આબુધાબી, વિયેતનામ, મલેશિયા, બેંગકોક, શિંગાપુર અને થાઈલેન્ડ તરફનો રસ વધ્યો છે. ડોમેસ્ટિક માટે જમ્મુ-કાશ્મીર, હિમાચલ, કેરળ, રાજસ્થાન તરફ પણ લોકો ફરવા જવાના છે. સાથે રણોત્સવમાં પણ મોટી સંખ્યમા લોકો ફરવા માટે ટુર પેકેજ બુક કરાવ્યા છે. અત્યારે ટુર પેકેજ બુક કરાવવું મોંઘું પડે છે. પરંતુ ટુર ઓપરેટરોએ એડવાન્સ બુક કરાવી લીઘી હતી. જેના કારણે 70 હજારથી 1 લાખ સુધીમાં ઈન્ટરનેશન ટુર પેકેજ બુક થાય છે. પરંતુ છેલ્લી ઘડીએ એર ટિકિટ બુક કરાવીએ તો 40 હજાર જેટલી મોંઘી પડતી હોય છે. ટોટલ પેકેજમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10થી 12 ટકા મોંઘુ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ધોરણ 10ની પરીક્ષાનું ગુજરાતમાં સૌથી સારું રિઝલ્ટ સુરતનું, મહેનત કરનાર વિદ્યાર્થીઓમાં અસંતોષ.

Abhayam

Surat :હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, 4 મહિનામાં 30 રત્નાકલાકારોના આપઘાત,30% પગારમાં થયો ઘટાડો

Vivek Radadiya

આ છે ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન

Vivek Radadiya