Abhayam News
AbhayamGujaratSports

વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ વધાર્યું રોહિત શર્માનું ટેન્શન

  • ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં સતત 6 જીત નોંધાવી છે
  • ટીમ ઈન્ડિયાનો અ ખેલાડી સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો છે
  • એમ છતાં રોહિત શર્માએ તેને અત્યાર સુધી તક આપી
  • વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ વધાર્યું રોહિત શર્માનું ટેન્શન

આ ખેલાડીએ રોહિતનું ટેન્શન વધાર્યું! 
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીની દરેક મેચમાં એક નવો હીરો સામે આવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટથી જોરદાર રન બનાવી રહ્યા છે અને બુમરાહ-શમી બોલિંગમાં પોતાનો જાદુ બતાવી રહ્યા છે. પરંતુ શ્રેયસ અય્યર હજુ સુધી પોતાની લયમાં જોવા મળ્યો નથી. કેપ્ટન રોહિતે આ ટૂર્નામેન્ટમાં શ્રેયસ અય્યરને સતત તક આપી છે, પરંતુ તે એક પણ મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. તેના માટે નોકઆઉટ મેચ પહેલા ફોર્મમાં આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

વર્લ્ડ કપ 2023માં આવું પ્રદર્શન રહ્યું હતું 
શ્રેયસ અય્યરે અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં 33.50ની એવરેજથી માત્ર 134 રન જ બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તે એકવાર 50 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં પણ શ્રેયસ અય્યરનું બેટ શાંત રહ્યું હતું અને તે 16 બોલમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે આગામી મેચોમાં એક મોટું ટેન્શન સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે ગયા વર્ષે શ્રેયસ અય્યરે ભારત માટે વનડેમાં સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ આ વખતે તે આમ કરવામાં નિષ્ફળ રહ્યો છે.

રોહિત-વિરાટ સૌથી આગળ છે 
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્મા સૌથી આગળ છે. તેણે 6 મેચમાં 66.33ની એવરેજથી 398 રન બનાવ્યા છે. જ્યારે આ મામલે વિરાટ કોહલી બીજા નંબર પર છે. તેણે 6 મેચમાં 88.50ની એવરેજથી 354 રન બનાવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કાવ્યા મારનનું પેટ કમિન્સ પર આવ્યુ દિલ !

Vivek Radadiya

આ પોલીસ જવાનને સલામ છે..તમે પણ કહેશો વાહ વાહ:-વાચો સમગ્ર ઘટના…

Abhayam

રાજકોટ ભાજપમાં ફરી આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે

Vivek Radadiya