Abhayam News
AbhayamSocial Activity

અનાથ દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ લગ્ન તો કરાવી દીધા પણ હવે દીકરી અને જમાઈઓ માટે મનાલી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું…

પી.પી.સવાણી ગ્રુપઆયોજિત “ચુંદડી મહિયરની” લગ્નોત્સવ 4 અને 5 ડીસેમ્બરના રોજ સંપન્ન થયો હતો.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે પિતાવિહોણી દીકરીઓનું લગ્ન સમારોહમાં દીપ પ્રાગટ્ય જે કોરોનાકાળમાં ગંગા સ્વરૂપ થયેલી બહેનોના હસ્તે કરાવીને સામાજિક સંદેશ આપ્યો હતો. પી.પી.સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જે અંતર્ગત પી.પી.સવાણી ગ્રુપ અને મહેશ સવાણી દ્વારા તા. ૫-૧-૨૦૨૨ના રોજ દીકરી-કુમારોનું પ્રથમગ્રુપ મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યું છે.

 સવારે ૧૨.૩૦ કલાકે મિતુલ ફાર્મ, પ્રાણી સંગ્રાહલયની પાછળ દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનું શીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી હતી અને ત્યાર બાદ તમામ દીકરી-કુમારોને બપોરે ૩.૩૦ કલાકે રેલ્વે સ્ટેશન પહોચાડવામાં આવ્યા હતા.

ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી – જમાઈઓને ખુશ ખુશાલ ૧૨ દિવસ મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા(હોટલ) -જમવા તમેજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે. ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

.

Related posts

બોટાદના ગઢડામાં વિદ્યાર્થિનીના ગુમ થવા મુદ્દે ખુલાસો

Vivek Radadiya

15 જ મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા!

Vivek Radadiya

રાત્રે સુતા પહેલા પીવું જોઇએ પાણી?

Vivek Radadiya