Abhayam News
AbhayamGujaratSpiritual

સોમનાથના પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળાનો પ્રારંભ 

The traditional Kartiki Purnima fair of Somnath begins

સોમનાથના પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળાનો પ્રારંભ  Kartiki Purnima Mela Somnath : દિવાળી બાદ દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ ગુજરાતમાં અનેક જગ્યાએ મેળા ભરાય છે. આવો જ એક મેળો છે સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો. વર્ષ 1955થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળોને ગીર સોમનાથ જીલ્લા કલેક્ટરના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, કાર્તિકી પૂર્ણિમાના મેળાના પાંચ દિવસ દરમિયાન સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે

સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો ત્રિવેણી સંગમ સમીપ ગોલોકધામ ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો છે. આ મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, સોમનાથ એટ 70 પ્રદર્શની માહિતી સભર સ્ટોલની સાથે પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે
કાર્તિકી પૂર્ણિમાના મેળાના પાંચ દિવસ દરમિયાન સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.

પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. સોમનાથ જ્યોતિર્લિંગના આધ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે.  

સોમનાથના પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળાનો પ્રારંભ 

કાર્તિકી પૂર્ણિમાના આ મેળામાં પ્રવેશ માટે બે માર્ગોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રથમ ત્રિવેણી સંગમ પાસે તેમજ દ્વિતીય કલાકેન્દ્ર સામેથી યાત્રીઓ મેળામાં પ્રવેશ કરી શકશે. સોમનાથ ગીતા મંદિર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનો જાજરમાન પ્રારંભ થઇ ગયો છે.

યાત્રીઓને ખાસ કાળજી રાખવા સૂચનાઓ
મેળાના ભવ્ય અને સુલભ આયોજનમાં જરૂરી સહયોગ કરવા માટે જાહેર જનતાને સોમનાથ ટ્રસ્ટ,જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે. મેળામાં આવનાર માનવ મેદનીને ધ્યાને રાખીને 2 વ્હીલર ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કલાકેન્દ્ર તથા શ્રી રામ મંદિરની સામેના ભાગે આવેલી ખાલી જગ્યામાં કરવામાં આવેલી છે

સાથે જ સોમનાથ મંદિરના મુખ્ય માર્ગને વન-વે કરવામાં આવ્યો છે. તેમજ ત્રિવેણી સંગમથી બાયપાસ તરફ જતો રોડ માત્ર વાહન એક્ઝિટ માટે રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સિસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે.

મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. સાથે જ દેશ-વિદેશના ભક્તો સોમનાથ મંદિરના ઓફિશિયલ મીડીયા પ્લેટફોર્મ ફેસબુક, યુટ્યુબના માધ્યમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

આ જગ્યાએ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં : આટલા લોકોના મોત થયા ..

Abhayam

વન્યપ્રાણીના હુમલાથી માનવ મોત-ઈજા, પશુનું મોત થાય તો રાજ્ય સરકાર આટલી સહાય આપશે….

Abhayam

Prashant Jainના ફંડમાં સામેલ શેર્સનું લિસ્ટ જોઈ લો ફટાફટ, કમાણીના તગડા ચાન્સ સીધા હાથમાં આવી પડશે

Vivek Radadiya