1 જાન્યુઆરીથી ફૂટવેર અને ટેકસટાઈલ પ્રોડક્ટ્સ માટે GSTના દરમા વધારો થવાનો છે. પહેલા આ વસ્તુઓ પર 5 ટકા GST લાગતો હતો જે હવે વધીને 12 ટકા થઈ જશે…
અમદાવાદના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં GSTમાં કરાયેલા વધારાને લઈને કાપડના વેપારીઓએ આકરા પાણીએ છે. ગુજરાતના અનેક ટેક્સટાઇલ વેપારીઓ અને આ ધંધાને લગતા સલગ્ન યુનિયનો GSTના વિરોધમાં બંધ પાળશે.
29 ડિસેમ્બર સાંજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરશે તો 30 ડિસેમ્બરે અમદાવાદની ટેક્સટાઇલ બજારો સજ્જડ બંધ રાખી વિરોધનું હથિયાર ઉગામાશે. આ બંધમાં હોલસેલ, ગારમેન્ટ, રેડીમેઈડ બજારો જોડાશે. 1 જાન્યુઆરીથી કપડા પર GST 12 ટકાનો લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પહેલા 5% હતો.
GSTના વિરોધમાં ગુજરાતના ટેક્સટાઇલ વેપારીઓ બંધ પાળશે….
29 ડિસેમ્બર સાંજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવશે……
30 ડિસેમ્બરે અમદાવાદની ટેક્સટાઇલ બજારો બંધ રહેશે….
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં 1 જાન્યુઆરી, 2022થી મોટા ફેરફારો થવાની તૈયારીમાં છે. તેમાં રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં પૂરી પાડવામાં આવતી પરિવહન અને સેવાઓ પર ઇ-કોમર્સ સર્વિસ ઓપરેટરો પર કર જવાબદારીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ફૂટવેર અને ટેક્સટાઇલ સેક્ટરમાં ડ્યુટી સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે, જેમાં તમામ પ્રકારના ફૂટવેર પર 12 ટકા જીએસટી લાગશે, જ્યારે રેડીમેડ ગાર્મેન્ટ્સ સહિત તમામ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ (કોટન સિવાય) 12 ટકા જીએસટી લાગશે.
કાપડ પર લાગતા GST માં સરકારે 12 ટકા કરતા કાપડના વેપારીઓ રોષે ભરાયા હતા.GSTમાં થયેલા વધારાના કારણે રો મટેરિયલના ભાવ વધશે જેનાથી કપડાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થશે.
તેનાથી હોલસેલ અને રીટેઇલ વેપારીઓ માટે વર્કીંગ કેપીટલ વધારવાની ફરજ પડશે.કાપડ પર લાગતા GST કરાયેલા વધારાને લઈને સરકારમાં વિવિધ સ્તરે કાપડાના વેપારીઓએ રજૂઆત કરી છે.અગાઉ કાપડ ઉપર 5 ટકા GST લાગતો હતો જે વધારીને 12 ટકા કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…